પુડુચેરીનાં એકમાત્ર મહિલા પ્રધાને રાજીનામું આપ્યું
પુડુચેરી: પુડુચેરીના એકમાત્ર મહિલા ધારાસભ્ય અને પ્રધાન, એસ ચંદીરા પ્રિયંગાએ મંગળવારે એઆઇએનઆરસી -ભાજપ ગઠબંધનવાળી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
એમણે જાતિવાદ અને લિંગ પૂર્વગ્રહનો સામનો કરવા ઉપરાંત કાવતરું અને પૈસાની શક્તિના રાજકારણનો આરોપ લગાવ્યો હતો.
જોકે મુખ્ય પ્રધાન એન રંગાસામીએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
૪૦ વર્ષથી વધુના સમય બાદ નેડુનકાડુ ધારાસભ્ય ૨૦૨૧માં કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પ્રધાન બનેલ પ્રથમ મહિલા બન્યાં હતાં. ત્યારબાદ તેમને ટ્રાન્સપોર્ટનો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો હતો. ચંદીરા પ્રિયંગાએ તેમના સચિવ મારફત
રાજીનામાનો પત્ર મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં સુપરત કર્યો હતો.
એમણે પોતાનાં પત્રમાં લખ્યું છે કે તેમને સમજાયું છે કે ષડ્યંત્રની રાજનીતિ પર કાબૂ મેળવવો એટલું સરળ નથી અને હું પૈસાની શક્તિના મોટા ભૂત સામે લડી શકી નહીં. તેઓ જાતિવાદ અને લિંગ પૂર્વગ્રહને આધિન હતા.
મને પણ સતત ટાર્ગેટ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે હું ષડ્યંત્રની રાજનીતિ અને મની પાવરના મોટા ભૂતને અમુક મર્યાદાઓથી આગળ સહન કરી શકતી નથી.
સીએમઓના સૂત્રોએ રાજીનામાનાં પત્ર બાબતે નિર્ણય લેવા માટે તેને મુખ્ય પ્રધાનને મોકલવામાં આવ્યો હોવાની વાતની પુષ્ટિ કરી હતી
તેમના રાજીનામાની નકલ મીડિયાને વહેંચવામાં આવી હતી.