સંદેશખાલીમાં ટીએમસી નેતાઓની સંપત્તિને આગ ચાંપી
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં હિંસાગ્રસ્ત સંદેશખાલીના કેટલાક ભાગોને તાજા વિરોધ પ્રદર્શનોએ હચમચાવી નાખ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ મહિલાઓના જાતીય શોષણ અને આ વિસ્તારમાં બળજબરીથી જમીન પચાવી પાડવાના આરોપો ધરાવતા ટીએમસી નેતાઓની મિલકતોને આગ ચાંપી દીધી હતી.
લાકડીઓથી સજજ પ્રદર્શનકારીઓએ સંદેશખાલીના બેલમાજુર વિસ્તારમાં માછીમારીના યાર્ડની નજીકના ખાડાના માળખાને આગ લગાડી હતી. ટીએમસીના પ્રપંચી નેતા શાહજહાં શેખ અને તેના ભાઇ સિરાજ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો. સળગાવવામાં આવેલું માળખું સિરાજનું હોવાનું બહાર આવ્યું હતું.
એક પ્રદર્શનકારીના જણાવ્યા અનુસાર વર્ષોથી પોલીસે કંઇ જ કર્યું નથી. તેથી જ અમે અમારી જમીન અને સન્માન પાછું મેળવવા માટે બધું કરી રહ્યા છીએ. બાદમાં પોલીસ વિસ્તારમાં ઘુસી ગઇ હતી અને દેખાવકારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ તાજા વિરોધ પ્રદર્શન સ્થાનિક ટીએમસી નેતાઓ વિરુદ્ધ જાતીય શોષણ અને બળજબરીથી જમીન પચાવી પાડવાના આરોપોને પગલે સંદેશખાલીના ભાગોમાં વિરોધ અને આગ
ચાંપી. ડીજીપી રાજીવ કુમારના આશ્ર્વાસન બાદ આ દેખાવો શરૂ થયા હતા. તેમણે ગુરુવારે કહ્યું હતું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
સંદેશખાલીમાં અશાંતિ ટીએમસી નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો વિરુદ્ધ જમીન હડપવા અને જાતીય સતામણીના આરોપોથી ઊભી થઇ છે. ગત પાંચ જાન્યુઆરીના રોજ ઇડીના અધિકારીઓ પર ટોળાના હુમલા બાદ શાહજહાં ફરાર છે.