ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Jammu Kashmir ને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું છે, અમે તેની પર અડગ છીએ : PM મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) જણાવ્યું છે કે તેમની સરકારે જમ્મુ અને કાશ્મીરને(Jammu Kashmir) પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું ‘પવિત્ર વચન’ આપ્યું છે અને તેને વળગી રહીશું. તેમણે કહ્યું કે કેન્દ્ર આ સંબંધમાં યોગ્ય પરિસ્થિતિઓ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. શ્રીનગરમાં વિક્રમી મતદાનને તેમણે કાર્યકાળ દરમિયાન જોયેલી સૌથી સંતોષજનક ઘટના પૈકીની એક ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકોએ પ્રદેશમાં લોકશાહીને વધારવા માટે એનડીએ સરકારની પ્રતિબદ્ધતા જોઈ છે.

બંધારણની કલમ 370ની કેટલીક જોગવાઈઓને નાબૂદ કરી

પીએમ મોદીએ જણાવ્યું કે ,”અમે પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું પવિત્ર વચન આપ્યું છે અને અમે તેના પર અડગ છીએ.” અમે યોગ્ય પરિસ્થિતીના નિર્માણ માટે સખત મહેનત કરી રહ્યા છીએ જેથી આ કામ ઝડપથી થઈ શકે. ઓગસ્ટ 2019માં મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની કેટલીક જોગવાઈઓને નાબૂદ કરી દીધી હતી. સરકારે જમ્મુ કાશ્મીર રાજ્યને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું.

શ્રીનગરમાં ઘણા વર્ષો પછી સૌથી વધુ મતદાન

વડા પ્રધાને જણાવ્યું કે ” આર્ટિકલ 370 નાબૂદ કરીને, અમે જમ્મુ અને કાશ્મીરના લોકોના સપના અને આકાંક્ષાઓ જ નહીં પરંતુ ચૂંટણીમાં ભાગ લેવાનો તેમનો ઉત્સાહ પણ જોયો. જે કોઈપણ લોકશાહી માટે સૌથી મોટી ઉજવણીમાંની એક છે. શ્રીનગર જે એક સમયે તમામ પ્રકારના આતંકી તત્વોનું કેન્દ્ર હતું. જયા ઘણા વર્ષો પછી સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે. 13 મેના રોજ શ્રીનગરમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 36.7 ટકા મતદાન થયું હતું. જે 1996 પછી સૌથી વધુ હતું.

G20 દરમિયાન કાશ્મીરના લોકોનો ઉત્સાહ જોવા મળ્યો

વડાપ્રધાને કહ્યું હતું કે G20 ઉજવણી દરમિયાન વિશ્વભરના પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં જમ્મુ અને કાશ્મીરના લોકોનો ઉત્સાહ વિશ્વએ જોયો હતો. તેમણે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરે છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રગતિ કરી છે તેનાથી મને મોટી આશા છે કે અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે યોગ્ય માર્ગ પર છીએ.કાશ્મીર માટે આ અમારી લાંબા ગાળાની રણનીતિ છે. અમારી આકાંક્ષા એ છે કે જમ્મુ અને કાશ્મીર તેની સંસ્કૃતિ, જ્ઞાન અને પર્યટનના હબ તરીકેનો દરજ્જો પાછો મેળવે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી ભવિષ્યની ટેક્નોલોજીનું હબ બને.”

વિધાનસભા ચૂંટણીની તારીખ નક્કી

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાના પ્રશ્ન પર, વડા પ્રધાને કહ્યું કે સુપ્રીમ કોર્ટે પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે તારીખ નક્કી કરી છે અને ચૂંટણી પંચ સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે અને શ્રેષ્ઠ મૂલ્યાંકન કરી શકે છે. વિધાનસભાની ચૂંટણી ક્યારે અને કેવી રીતે યોજાશે? સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2023માં ચૂંટણી પંચને જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન અંગેના તેમના મૂલ્યાંકન વિશે પૂછવામાં આવતા, વડાપ્રધાને કહ્યું કે સંસદે ઓગસ્ટ 2019 માં આ જોગવાઈને નાબૂદ કરવા માટે તેની મંજૂરી આપી હતી અને લોકોએ મતદાન કર્યું હતું. 2019 માં જ વધુ મતદાન થયું, તે પછી પણ તોફાનોની આગાહીઓને નકારીને અને વિસ્તારમાં શાંતિ જાળવવામાં મદદ કરી.

શાંતિપૂર્ણ રીતે પંચાયતની ચૂંટણી યોજીને વચન પૂરું કર્યું

તેમણે કહ્યું કે ત્યારપછી ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચના સર્વસંમતિના નિર્ણય સાથે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને ન્યાયિક મંજૂરી આપી હતી. મોદીએ કહ્યું કે ભાજપ દેશની કદાચ એકમાત્ર એવી પાર્ટી છે જેણે લોકોને વધુ અધિકારો મળે તે માટે સરકારમાંથી બહાર થઈ ગઇ. અમે ડિસેમ્બર 2018માં જમ્મુ અને કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ યોજીને અમારી પ્રતિબદ્ધતા પૂરી કરી. તેમણે કહ્યું કે, ભાજપે જૂન 2018માં જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સાથેની ગઠબંધન સરકારને સમર્થન પાછું ખેંચી લીધું હતું અને મહેબૂબા મુફ્તી સરકાર પડી ગઇ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button