જસ્ટિસ યશવંત વર્માને દુર કરવાની પ્રકિયા શરુ, લોકસભામાં ત્રણ સભ્યોની સમિતિની રચના

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માના કેશ કાંડમાં નવું અપડેટ આવ્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જસ્ટિસ યશવંત વર્મા પર મહાભિયોગ શરુ કરવાની જાહેરાત કરી હતી. તેમજ તેની માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને એક કાનૂનવિદને સામેલ કરવામાં આવ્યા છે. આ કમિટીમાં કાનૂનવિદ બી. વી. આચાર્ય, જસ્ટીસ અરવિંદ કુમાર અને જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવના નામનો સમાવેશ થાય છે.
સીજેઆઈ સંજીવ ખન્નાએ કરી હતી ભલામણ
આ કેસમાં તપાસ સમિતિના અહેવાલના આધારે તત્કાલીન સીજેઆઈ સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ પત્ર લખીને જસ્ટીસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની ભલામણ કરી હતી.
મોટી માત્રા બળેલી ચલણી નોટો મળી હતી
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માનો કેશ કાંડ એક હાઈ પ્રોફાઈલ કેસ છે. જેમાં 14 માર્ચ 2025ના રોજ દિલ્હીમાં તેમના સરકારી નિવાસમાં આગ લાગી હતી. જયારે તપાસમાં કરવામાં આવી તો બળી ગયેલી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતાં. આ સમયે તે દિલ્હી હાઈકોર્ટમાં સેવારત હતા.
ચીફ જસ્ટીસ બી. આર. ગવઈએ પણ સુનવણીથી ઇનકાર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી. આર. ગવઈએ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણીથી પોતાને અલગ કરી લીધા હતા. તેમણે જણાવ્યું કે તે પોતે તપાસ સમિતિમાં સામેલ હતા. કેશ કાંડ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે તેમની પર આરોપ લગાવતા ઈન હાઉસ તપાસ સમિતિના અહેવાલને પડકાર્યો હતો.
ઈતિહાસમાં આવી પહેલી ઘટના નોંધાશે
નોંધનીય છે કે ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ન્યાયાધીશ સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર થઇ શકાયો નથી. જો યશવંત વર્મા સામે પ્રસ્તાવ સંસદમાંથી પસાર થઇ જશે તો ઈતિહાસમાં આવી પહેલી ઘટના નોંધાશે. જસ્ટિસ વર્મા વિરુદ્ધ બંધારણની કલમ 124, 217 અને 218 હેઠળ મહાભિયોગ ચલવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી.આર.ગવઈએ જસ્ટિસ યશવંત વર્માનો કેસ સાંભળવાનો ઇનકાર કર્યો