‘પ્રિયંકા એક સમજદાર મહિલા છે…’ પત્નીના ચૂંટણી લડવા પર રોબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરલાની વાયનાડ બંને બેઠકો પર જંગી જીત મેળવી હતી. રાહુલ ગાંધીએ ખાલી કરેલી વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) ચૂંટણી લડશે, આ જેહેરાત બાદ પહેલી વાર પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા(Robert Vadra)એ તેમની પક્ષના નિર્ણય પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવા માટે સૌ પ્રથમ હું ભારતની જનતાનો આભાર માનું છું, તેમણે ધર્મના આધારે રાજનીતિ કરી હતી.
રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ખુશ છું કે પ્રિયંકા વાયનાડથી ચૂંટણી લડવા જઈ રહી છે. તે સંસદમાં હોવી જોઈએ, એટલા માટે નહીં કે તે પ્રચાર કરી રહી છે પરંતુ હું ઈચ્છું છું કે તે મારી પહેલા સંસદમાં હોય. તેણે વધુમાં કહ્યું કે હું ખુશ છું અને મને આશા છે કે લોકો તેને સારા માટે જીતાવશે .
આ પણ વાંચો : Politics: Rahul Gandhi હવે રાયબરેલીના સાંસદ, Priyanka Gandhi લડશે વાયનાડથી ચૂંટણી
રોબર્ટ વાડ્રાએ કહ્યું કે અમારું ધ્યાન દેશના મુદ્દાઓ પર લોકો માટે લડવાનું હતું. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકાએ ઘણી મહેનત કરી છે. તેમણે દરેક જગ્યાએ પ્રવાસ કર્યો અને આજે આપણી પાસે એક મજબુત વિપક્ષ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ બધું તેમના પિતા અને દાદી પાસેથી શીખ્યા છે.
રોબર્ટ વાડ્રાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ સમયે ચિંતિત અને ખૂબ જ પરેશાન છે. પ્રિયંકા ગાંધી મુદ્દા ઉઠાવશે. તેમણે સ્લોગન આપ્યું હતું કે હું છોકરી છું અને લડી શકું છું. તેણે લાંબા સમયથી મહિલાઓ માટે લડત આપી છે. તેમણે કહ્યું કે ભાજપે તેનો ઈતિહાસ જોવો જોઈએ, તેઓ ભત્રીજાવાદ વિશે વાત ન કરી શકે. અમે તેમની સામે લડીશું અને એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનાવીશું.
રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ઈચ્છતો હતો કે પ્રિયંકા ગાંધી સાંસદ બને. મને આશા છે કે તે પ્રચંડ બહુમતીથી જીતશે. હું ઈચ્છું છું કે તે લોકોના વાસ્તવિક મુદ્દા ઉઠાવે. પ્રિયંકા એક સમજદાર મહિલા છે. હું ઈચ્છતો હતો કે તે મારી પહેલા સંસદમાં આવે. પ્રિયંકા ગાંધી દાયકાઓથી કોંગ્રેસ માટે પ્રચાર કરી રહી છે, પરંતુ તેમણે વર્ષ 2019માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો.