નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

શું સંસદમાં હવે જય સંવિધાન પણ નહિ બોલાય? પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી સ્પીકરને ભીંસમાં લીધા

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સ્તર ચાલી રહ્યું છે. સંસદના પ્રથમ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના સંબોધન બાદ એક એવો પણ સમય આવી ગયો કે જ્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલા કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડા પર ગુસ્સે થઈ ગયા. કોંગ્રેસના સાંસદ શશી થરૂર જ્યારે સાંસદના રૂપમાં શપથ ગ્રહણ કરીને પાછા ફરી રહ્યા હતા, તે સમયે સ્પીકરે કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાને ફટકાર લગાવી હતી.

આ પણ વાંચો: સંસદ બહાર સુખદ દ્રશ્યો : Akhilesh Yadav એ સાદ દીધો અને Amit Shah સાથે મિલાવ્યા હાથ

જોવા જઈએ તો બન્યું એવું કે આજે તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂર શપથગ્રહણ કર્યા બાદ જય સંવિધાનનો નારો લગાવ્યો હતો. શપથ ગ્રહણ કર્યા બાદ શશી થરૂર સ્પીકર સાથે હાથ મિલાવીને પાછા ફરી રહ્યા હતા, જો કે ત્યારે સ્પીકરે તેમને ટોક્યા હતા અને કહ્યું હતું કે તમે સંવિધાનની તો શપથ લઈ રહ્યા છો. સ્પીકરની આ વાતને લઈને કોંગ્રેસના જ સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડા પોતાની જગ્યા પરથી ઊભા થઈને કહ્યું કે આ વાત પર તમને કો આપત્તિ ન હોવી જોઈએ સર.

આ પણ વાંચો: સંસદમાં સેંગોલને લઈને વિવાદમાં સપાના સાંસદનું નિવેદન : ‘સેંગોલને હવે કોઈ નહિ હટાવી શકે’

જો કે દીપેન્દ્રસિંહ હુડ્ડાના નિવેદન બાદ સ્પીકરે ઉગ્ર સ્વભાવમાં આવીને કહ્યું હતું કે કોના પર આપત્તિ હોવી અને કોના પર નહિ તેની સલાહ ન આપો. બેસી જાઓ. જો કે સ્પીકરના આ નિવેદનને લઈને પ્રિયંકા ગાંધીએ ટ્વિટર X પર પોસ્ટ કરીને પ્રશ્નાર્થ ભાવમાં કહ્યું હતું કે શું હવે ભારતની સંસદમાં ‘જય સંવિધાન’ પણ નહિ બોલી શકાય ? સંસદમાં સત્તા પક્ષના લોકોને અસંસદીય કે ગેરબંધારણીય નારાઓ લગાવવાથી રોકવામાં ન આવ્યા પરતું વિપક્ષી સાંસદોને ‘જય સંવિધાન’ બોલવા પર વાંધો ઉઠાવવામાં આવ્યો. ચૂંટણી વખતે જે બંધારણનો વિરોધ સામે આવ્યો હતો તે હવે નવા સ્વરૂપે ઉભરી રહ્યો છે જે આપણા બંધારણને નબળું પાડવા માંગે છે.

આ પણ વાંચો: Draupadi Murmu આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધશે, વિપક્ષ કરી શકે છે હંગામો

જે બંધારણથી સંસદ ચાલે છે, જે બંધારણથી દરેક સભ્ય શપથ લે છે, જે બંધારણથી દરેક નાગરિકને જીવન અને જીવની સુરક્ષા મળે છે, એ જ બંધારણનો વિરોધ શું હવે વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે થશે?

આ મામલે સુપ્રિયા શ્રીનેતે પણ ટ્વિટર X પર પોસ્ટ કરીને સ્પીકરને ભીંસમાં લીધા હતા. તેમણે કહ્યું હતું કે હવે સંસદમાં ‘જય સંવિધાન’ બોલવામાં પણ સ્પીકરને તકલીફ છે! ગજબ છે- જે બંધારણ દ્વારા તેમને સંસદનું ગૃહ ચલાવવાનું છે તેની જય સામે જ તેમને વાંધો ઉઠાવી રહ્યા છે. અને ટોકવા પર પાંચ વખત વખતના સાંસદ દીપેન્દ્ર હૂડાને ‘તુ તડાક’ કહી રહ્યા છે. માન્યવાર, તમે 41,974 મતોથી જીત્યા છો અને તેઓ 3,45,298 મતોથી જીત્યા છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો