પ્રિયંકાની જીત બધા પર ભારીઃ સરસાઈમાં ભાઈ રાહુલ ગાંધીનો રેકોર્ડ પણ તોડ્યો…
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભાજપને જ્વલંત સફળતા મળી છે અને બાકીની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી છે, પરંતુ એક લોકસભા બેઠકની ચૂંટણીના પરિણામો ભાજપનીન ચિંતા વધારનારા છે.
આ પણ વાંચો : Wayanad by election: પ્રિયંકા ગાંધી વાયનાડમાં જીત મેળવી શકશે?, જાણો અપડેટ
કેરળના વાયનાડમાં કૉંગ્રેસના ગાંધી પરિવારની દીકરી પ્રિયંકા ગાંધીનો વિજય થયો છે. આ બેઠક કૉંગ્રેસની જ હતી, આથી એનડીએએ કંઈ ગુમાવવાનું નથી, પરંતુ પ્રિયંકાને મળેલી લીડ સૌની આંખો ફાડી નાખે તેવી છે.
પ્રિયંકા અહી 4,10,931 મતથી જીતી છે પ્રિયંકાને કુલ 6,22,338 મત મળ્યા છે જ્યારે કૉમ્યુનિસ્ટ પક્ષના સત્યેન મોકરી અને ભાજપની નાવ્યા હરિદાસ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે છે.
પ્રિયંકાએ ભાઈ રાહુલ ગાંધીનો 3.65 લાખની સરસાઈનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. મતદાન ઓછું થયું હોવા છતાં પ્રિયંકા આટલા મોટા માર્જિનથી જીતી છે.
2024ની ચંટણીમાં રાહુલ ગાંધી આ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ રાહુલે બરેલીની બેઠક પરથી પણ જીત મેળવી હતી. એક જ બેઠકનું સાંસદપદ રાખી શકાતું હોવાથી વાયનાડ બેઠક રાહુલે છોડી હતી અને પ્રિયંકાએ પહેલીવાર ચૂંટણી લડી અને ભવ્ય વિજય મેળવ્યો છે.
આ પણ વાંચો : નવજોત સિંહ સિદ્ધુનો દાવો! આ દેશી ચીજોના સેવનથી પત્નીએ સ્ટેજ-4 કેન્સરને માત્ર 40 દિવસમાં હરાવ્યું…
હવે પ્રિયંકા અને રાહુલ બન્ને સંસદમાં જોવા મળશે.