નેશનલ

“લોકો માટે મારી ઓફિસના દરવાજા ખુલ્લા” જીત બાદ પ્રિયંકા વાયનાડના પ્રવાસે

વાયનાડ: વાયનાડ પેટાચૂંટણીમાં (Wayanad by-election) મોટી જીત હાંસલ કર્યા બાદ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) તેમના સંસદીય મત વિસ્તારના પ્રવાસે છે. વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં મોટી જીત બાદ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહેલીવાર પ્રવાસ પર પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ એક જનસભાને પણ સંબોધિત કરી હતી, જ્યાં તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભામાં અમે રાજકીય વિચારધારા સામે લડી રહ્યા છીએ.

આ પણ વાંચો: Parliament: બંધારણ સાથે રાખીને પ્રિયંકા ગાંધીએ શપથ લીધા; બંને ગૃહો બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

અદાણી ભારતમાં દોષિત નહિ

ભાજપ પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “અમે લાગણીઓ અને પ્રેમની વાત કરી રહ્યા છીએ. તેઓ નફરત, ભાગલા, હિંસા વિશે વાત કરે છે. બંધારણ કહે છે કે તમામ લોકો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. પીએમ મોદી કહે છે કે અદાણી સાથે અન્ય નાગરિકો કરતા અલગ વ્યવહાર કરવામાં આવશે. પીએમ મોદી કહે છે કે અદાણીને ભલે અમેરિકામાં દોષિત ઠેરવવામાં આવે પણ ભારતમાં તેને દોષિત નહિ ઠેરવવામાં આવે.”

અમે વાયનાડની પ્રજાની ભાવનાના પ્રતિક

રાહુલ ગાંધીએ કહ્યું, “અમે સંસદમાં માત્ર વ્યક્તિઓ નથી, પરંતુ તેનાથી પણ વધુ, અમે વાયનાડના લોકોના હૃદયની ભાવનાનું પ્રતીક છીએ. જ્યારે હું વાયનાડમાં નાના બાળકને જોઉં છું, ત્યારે મને યાદ આવે છે કે તેમના માતાપિતાએ મને લોકસભામાં મોકલ્યો છે તો તેની સંભાળ રાખવાની જવાબદારી મારી છે. જો હું તેના ચહેરા પર સ્મિત લાવી શકું તો મારે પહેલા એ જ કરવું જોઈએ.

હું તમને સમજવા આવી છું: પ્રિયંકા ગાંધી

વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ જાહેર સભાને સંબોધિત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું, “હું અહીં તમારી પાસેથી શીખવા આવી છું. હું તમારી સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજવા માટે અહીં આવી છું. અહી આરોગ્ય સેવાઓની જરૂરિયાત, વધુ સારી શૈક્ષણિક સંસ્થાઓની જરૂર છે. પરંતુ હવે હું અહીં તે બધા માટે લડવા, તમારી સાથે કામ કરવા અને તેમને યોગ્ય રીતે સમજવા આવી છું. હું તમારા ઘરે આવીશ, તમને મળીશ, મારી ઓફિસના દરવાજા ખુલ્લા છે. હું તમને નિરાશ નહીં કરું.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button