ગાંધી પરિવારમાંથી ચૂંટણી લડનાર Priyanka Gandhi દસમાં વ્યક્તિ

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી છે એના સમાચાર અત્યારે સૌની ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પ્રિયંકા ગાંધી ની હવે રાજનીતિમાં એન્ટ્રી થવા જઈ રહી છે. ઉપાડતી નક્કી કર્યું છે કે રાહુલ ગાંધીના બેઠક છોડશે અને પ્રિયંકા ગાંધી ત્યાંથી પેટા ચૂંટણી લડશે. અને રાહુલ ગાંધી લાઈવ બનેલી બેઠકથી પોતાનું સાંસદ પદ યથાવત રાખશે.
જો પ્રિયંકા ગાંધીની રાજનીતિક સફરની વાત કરવામાં આવે તો તેઓ પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. આ પહેલા એમણે મોટાભાગે પાર્ટી સંગઠન માટે જ કામ કર્યું છે. તેઓ વર્તમાનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સભ્ય છે. પ્રિયંકા ગાંધી 2004ના વર્ષથી લોકસભા ચૂંટણીના પ્રચારના અભિયાનમાં સામેલ થયા હતા. 2007ની ચૂંટણીઓમાં પણ એમણે ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વ્યાપક પ્રચાર કર્યો હતો.
લગભગ બે દાયકા જેટલા ગાળા થી પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં છે. તેમણે મોટાભાગે ઉત્તર પ્રદેશ માં કોંગ્રેસ પક્ષ માટે કામ કર્યું છે. એમણે રાયબરેલીમાં સોનિયા ગાંધી અને અમેઠીમાં રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચારમાં સહાયકની ભૂમિકા ભજવી હતી. 2017 ના વર્ષે જ્યારે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમાજવાદી પાર્ટી એ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી ત્યારે સપા અને કોંગ્રેસને નજીક લાવવા માટે પ્રિયંકા ગાંધીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
2024 ની લોકસભાની ચૂંટણીમાં પણ આખા દેશમાં કોંગ્રેસ પક્ષ માટે પ્રિયંકા ગાંધીએ ખૂબ પ્રચાર કર્યો હતો. તેમણે ગુજરાતમાં પણ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પ્રચારમાં હાજરી આપી હતી. આ ચૂંટણીમાં તેઓએ સીધી રીતે ચૂંટણી માં ઉમેદવાર ન બનીને પોતાનો સોફ્ટ ચહેરો બનાવી રાખ્યો હતો. પરંતુ હવે જ્યારે રાહુલ ગાંધી કરે છે જ્યારે પ્રિયંકા ગાંધી ચૂંટણીના મેદાનમાં આવ્યા છે. જે પરિવારમાંથી ચુંટણી લડનાર પ્રિયંકા ગાંધી દસમાં વ્યક્તિ છે.