હિમાચલમાં કોંગ્રેસને બચાવવામાં પ્રિયંકાનો ખાસ રોલ, ધારાસભ્યો સાથે સતત જાળવી રાખ્યો ‘સંપર્ક’
શિમલા: Himachal pradesh political crisis હિમાચલ પરદેશમાં કોંગ્રેસની ડૂબતી નૈયાને પાર લગાવવામાં માટે પ્રિયંકા ગાંધીએ (Congress leader Priyanka Gandhi) ખાસ ભૂમિકા ભજવી હતી. પ્રિયંકા ગાંધીએ ધારાસભ્યો સાથે સતત સંપર્કમાં રહીને ‘ઓપરેશન લોટસ’ને ફેલ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા.
સૂત્રોએ એવા સમયે પ્રિયંકા ગાંધીની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો જ્યારે પાર્ટીએ સત્તાવાર રીતે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં સ્થિતિ હવે તેના કંટ્રોલમાં છે અને સરકારને અસ્થિર કરવાનો ભાજપનો પ્રયાસ ફેલ ગયો છે. પાર્ટી સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું, “રાજ્યસભાની ચૂંટણી દરમિયાન હિમાચલ પ્રદેશમાં જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો હતો, તે જોઈને એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસના હાથમાંથી બીજું રાજ્ય છીનવાઈ જશે. પરંતુ પાર્ટી હાઈકમાન્ડે સક્રિયતા અને કડકતા દાખવી, જેના કારણે કોંગ્રેસનું સંકટ તો ટળ્યું જ, પરંતુ સરકાર પણ બચી ગઈ.
સૂત્રોનો દાવો છે કે BJPએ હિમાચલ પ્રદેશમાં સરકારને તોડવા માટે ‘સંપૂર્ણ કાવતરું’ ઘડ્યું હતું, પરંતુ બળવાની વાત સાંભળતાની સાથે જ હાઈકમાન્ડ સક્રિય થઈ ગયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, “પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી તરત જ સક્રિય થઈ ગયા અને પાર્ટીના સિનિયર નેતાઓ સાથે પોતાની જવાબદારી સંભાળી લીધી.
વરિષ્ઠ નેતાઓ ભૂપિન્દર સિંહ હુડ્ડા, ડીકે શિવકુમાર અને ભૂપેશ બઘેલને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા અને કડક સૂચના આપવામાં આવી હતી કે તેઓએ દરેકને સાથે લઈને ચાલવું પડશે. સૂત્રોએ જણાવ્યું કે પ્રિયંકા ગાંધીની સાથે પાર્ટી અધ્યક્ષ, મુખ્યપ્રધાન, મંત્રીઓ અને તમામ મહત્વપૂર્ણ નેતાઓને સતત સંપર્કમાં રાખવામાં આવ્યા હતા.
પ્રિયંકા ગાંધી 2022માં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારનો ચહેરો હતા. પ્રિયંકાએ પહેલાથી જ કોંગ્રેસ માટે “સંકટ મોચન” ની ભૂમિકા ભજવી ચૂકી છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના છ ધારાસભ્યોના ‘ક્રોસ વોટિંગ’ પછી ભાજપે એકમાત્ર રાજ્યસભા બેઠક જીતી હતી, જેના કારણે રાજ્યમાં રાજકીય કટોકટી સર્જાઈ હતી. વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ ગુરુવારે આ છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. નાણા બિલ પર સરકારની તરફેણમાં મતદાન કરીને ધારાસભ્યોએ ગૃહમાં પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું.