યુદ્ધગ્રસ્ત દેશમાં જવા આટલી લાંબી લાઈન શા માટે? પ્રિયંકા ગાંધીએ કર્યો સવાલોનો મારો
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે મોદી સરકારને વેધક સવાલ કરતો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડ્યોમાં યુવાનોની એક ખૂબ જ મોટી કતાર જોવા મળે છે, જે યુદ્ધગ્રસ્ત ઈઝરાયલમાં કામ કરવા જવા જમા થયેલા બેરોજગાર ભારતીયોની છે. પ્રિયંકાએ ભાજપ પર વાર કરતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પાસે દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારીનો કોઈ ઉકેલ નથી અને મોદીની ગેરંટી જેવી બાબતો માત્ર શબ્દોછે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, જો ક્યાંક યુદ્ધની સ્થિતિ હોય તો સૌથી પહેલા આપણે ત્યાંથી આપણા નાગરિકોને બચાવીને દેશમાં પાછા લાવીએ છીએ, પરંતુ આજે બેરોજગારીએ સ્થિતિ એવી બનાવી દીધી છે કે દેશની સરકાર હજારો લોકોને યુદ્ધગ્રસ્ત ઈઝરાયલ મોકલી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે આ દર્શાવે છે કે ચૂંટણીમાં 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી, વાર્ષિક બે કરોડ નોકરી અને મોદીની ગેરંટી જેવી બાબતો માત્ર જુમલા એટલે કે વાતો છે.
પ્રિયંકાએ સવાલ કર્યો કે તેમને અહીં પોતાના દેશમાં કેમ રોજગાર નથી મળી રહ્યો? શું બે દિવસથી લાંબી કતારોમાં ઉભેલા યુવાનો આપણા દેશના બાળકો નથી કે આપણે તેમને આવા ભયંકર યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મોકલવા માટે તૈયાર છીએ? તેમણે કહ્યું, નોંધ લો કે સરકાર કેટલી ચાલાકીથી આને દેશના યુવાનોનો અંગત મુદ્દો બનાવી રહી છે.
પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર સવાલોનો મારો પણ ચલાવ્યો છે. તેમણે પૂછ્યું છે કે આમાં સરકારની શું ભૂમિકા છે? યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલને ભારતીય યુવાનોનું બલિદાન આપવા માટે ભારત સરકારે કયા આધારે મંજૂરી આપી છે? તેમણે કહ્યું, આપણા યુવાનોના જાન-માલની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? ભગવાન ના કરે, જો કોઈની સાથે અકસ્માત થાય તો તેની જવાબદારી કોની હશે? તેમણે કહ્યું, ભારતનો આજે અસલી મુદ્દો બેરોજગારી અને મોંઘવારી છે. ભાજપ સરકાર પાસે આનો કોઈ ઉકેલ નથી. દેશના યુવાનો હવે આ વાત સમજી રહ્યા છે.
अगर कहीं पर युद्ध के हालात हैं तो सबसे पहले हम अपने नागरिकों को वहाँ से बचाकर, वापस अपने वतन लाते हैं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 30, 2024
लेकिन बेरोजगारी ने आज वो हाल कर दिया है कि देश की सरकार हजारों असहाय और मजबूर युवाओं को युद्धग्रस्त इजराइल जाकर ये खतरा उठाने से भी बचा नहीं रही है।
इसी से पता चलता है कि… pic.twitter.com/19vDBVRzLn