Priyanka Gandhi રોબર્ટ વાડ્રાને પ્રથમ વખત મળ્યા ત્યારે કેટલા વર્ષના હતા? જાણો રોચક વાતો
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ અને વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીનો આજે જન્મદિવસ છે. 12 જાન્યુઆરી, 1972ના રોજ જન્મેલા પ્રિયંકા ગાંધી વાડ્રા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી છે. પ્રિયંકા ગાંધીએ બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે મેરેજ કર્યા છે. તેમની લવ સ્ટોરીની વારંવાર ચર્ચા થાય છે. પ્રિયંકા જ્યારે 13 વર્ષની હતી ત્યારે પ્રથમ વખત રોબર્ટ વાડ્રાને મળી હતી.
બંનેની મુલાકાત એક કોમન ફેન્ડના ઘરે થઈ હતી. બંને દિલ્હીની બ્રિટીશ સ્કૂલમાં સાથે ભણતા હતા. એક ઈન્ટરવ્યૂમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું, લોકો અમારા સંબંધ અંગે જાણ્યા વગર જ અલગ રૂપે આપે તેમ હોવાથી હું આ સંબંધ અંગે કોઈને જાણ થાય તેમ હું નહોતો ઈચ્છતો.
આ ઉપરાંત રોબર્ટ વાડ્રાએ બંનેમાંથી કોણે પહેલા પ્રપોઝ કર્યુ તે અંગે જણાવ્યું હતું. તેણે કહ્યું, સ્કૂલમાં કેટલાક કોમન ફ્રેન્ડ હતા. જે પ્રિયંકાને જાણતા હતા. તેમનું મોટું મકાન હતું. ત્યાં બેડમિંટન સહિત અલગ અલગ રમત રમતા હતા. અહીં પ્રિયંકા સાથે મુલાકાત હતી. તેને મારી સાદગી ગમી હતી. હું જીન્સ-ટીશર્ટ અને કોલ્હાપુરી પહેરીને જતો હતો. મજાક વધારે કરતો હતો અને સારી રમત રમતો હતો. તે મને પસંદ કરી હતી પરંતુ વધારે વાત કરતી નહોતી. રોબર્ટ જણાવ્યુ કે, પ્રિયંકા ગાંધીએ જ તેને પ્રપોઝ કર્યું હતું.
Read This Also…Quality Work મુદ્દે હવે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપ્યું નિવેદન કે…
રોબર્ટે એમ પણ જણાવ્યું કે, તેણે પ્રિયંકાને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યુ નહોતું. પરંતુ બંનેએ સાથે બેસીને તેમના સંબંધ વિશે ગંભીરતાથી વાત કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, જ્યારે હું રોબર્ટ વાડ્રાને પ્રથમ વખત મળી ત્યારે માત્ર 13 વર્ષની હતી. તેઓ મને તેમના અન્ય મિત્રોને મળતા હોય તેવી જ રીતે મળતા હતા. તેમની આ વાત મને પસંદ આવી હતી.