‘મને તમારી બહેન હોવાનો ગર્વ છે’ પ્રિયંકા ગાંધીએ રાહુલને નામ ભાવુક પત્ર લખ્યો | મુંબઈ સમાચાર

‘મને તમારી બહેન હોવાનો ગર્વ છે’ પ્રિયંકા ગાંધીએ રાહુલને નામ ભાવુક પત્ર લખ્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસની આગેવાની હેઠળનું INDIA ગઠબંધન જીત ના મેળવી શક્યું, છતાં આ પરિણામોએ ભાજપ સામે લોકોની નારાજગી વધી રહી હોય એવા સંકેત આપ્યા છે. એવામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા(Priyanka Gandhi Vadra)એ રાહુલ ગાંધી(Rahul Gandhi)ને નામ એક જાહેર પત્ર લખ્યો છે, પ્રિયંકાએ રાહુલની મહેનત અને સખત સંઘર્ષની પ્રશંસા કરી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખેલા એક ભાવુક પત્રમાં પ્રિયંકાએ સત્ય સામે ન ઝૂકવા અને સત્ય માટે સતત લડવા બદલ રાહુલ ગાંધી પર ગર્વ હોવાનું કહ્યું. પત્રમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે તમારા વિરોધીઓ તમારા વિરુદ્ધ દુષ્પ્રચાર કરતા રહ્યા, પરંતુ તમે તેમની પરવા કરી નહીં. આ સાથે તેમણે રાહુલ ગાંધીને યુપીની રાયબરેલી અને કેરળની વાયનાડ બંને સીટો પર જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ પાર્ટીએ 99 બેઠકો જીતી છે, ગત વખતે પાર્ટીને 52 સીટો મળી હતી. આ વર્ષે કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષી પાર્ટીઓને એક સાથે લાવી INDIA નામનું ગઠબંધન બનાવ્યું હતું. આ ચૂંટણીમાં ગઠબંધનને મોટી સફળતા મળી છે.

પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે તમારા દ્રઢ નિશ્ચય પર શંકા કરામાં અવી અને તમારી વિરુદ્ધ જૂઠાણાનો પ્રચાર કરવામાં આવ્યો, છતાં તમે ક્યારેય ઝૂક્યા નહીં અને સત્ય માટે લડતા રહ્યા. રાહુલ ગાંધી પ્રેમ, સત્ય અને કરુણા સાથે નફરત સામે લડ્યા હતા. મને મારા ભાઈ પર ગર્વ છે.

પ્રિયંકા ગાંધીએ રાહુલને સલાહ આપતા લખ્યું, “તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો, તે લોકોએ તમારા વિશે શું કહ્યું કે શું કર્યું તેની પરવા કરશો નહીં… ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય, તમે ક્યારેય હાર ન માનતા. તમે ક્યારેય ગુસ્સો કર્યો નથી, ક્યારેય નફરત કરી નથી, તેમ છતાં તેઓ તમને દરરોજ આમ કરવા માટે ઉશ્કેરતા રહે છે.”

આ પણ વાંચો : INDIA ગઠબંધનની રાંચીની રેલીમાં હંગામો, ખુરશીઓ ફેંકાઈ

તેમને લખ્યું કે, “તમે તમારા હૃદયમાં પ્રેમ, સત્ય અને કરુણા સાથે લડ્યા છો. જે લોકો તમારામાં એ જોઈ શકતા ન હતા, તેમણે હવે બધું દેખાઈ રહ્યું છે, પરંતુ અમારામાંથી કેટલાકે હંમેશા તમને જોયા છે, લોકો તમને સૌથી બહાદુર માને છે. ભાઈ @RahulGandhi, મને તમારી બહેન હોવાનો ગર્વ છે.”

Back to top button