પ્રિયંકા ગાંધી દિલ્લીમાં મુસ્લિમ લીગના કાર્યક્રમમાં ના ગયાં, હિંદુઓને રીઝવવાનો પ્રયાસ ? | મુંબઈ સમાચાર
નેશનલ

પ્રિયંકા ગાંધી દિલ્લીમાં મુસ્લિમ લીગના કાર્યક્રમમાં ના ગયાં, હિંદુઓને રીઝવવાનો પ્રયાસ ?

નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ અને નેતા પ્રિયંકા ગાંધી ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તે એક કાર્યક્રમમાં ગેરહાજર રહેતા અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. જેમાં નવી દિલ્હીમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે(આઈયુએમએલ) તેની નવી રાષ્ટ્રીય સમિતિ કાર્યાલય  ‘ કાયદે મિલ્લત સેન્ટર ‘ નું ઉદઘાટન કર્યું  હતું. આ કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધીની હાજરી અપેક્ષિત હતી. જો કે પ્રિયંકા ગાંધીની ગેરહાજરીએ વિવાદ ઉભો કરી દીધો. જેમાં કેરળમાં કોંગ્રેસની મજબુત સહયોગી સંસ્થાના કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધીની ગેરહાજરીએ અનેક સવાલ ઉભા કર્યા છે.

પ્રિયંકા ગાંધીની જીતમાં આઈયુએમએલની મોટી ભૂમિકા

આ સમગ્ર વિવાદ પાછળની બાબતને સમજીએ તો ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ કોંગ્રેસની સૌથી જૂની અને વિશ્વાસ પાત્ર છે. જેમાં ઉત્તર ભારતમાં અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ નબળી પડતી દેખાઈ રહી હતી, ત્યારે કેરળમાં કોંગ્રેસને આઈયુએમએલનો સાથ મળ્યો. વાયનાડમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જીતમાં આઈયુએમએલની મોટી ભૂમિકા છે. વાયનાડમાં આઈયુએમએલની મજબુત ચૂંટણી રણનીતિ અને સામાજિક આધાર કોંગ્રેસ માટે મહત્વનો સાબિત થયો હતો.

આઈયુએમએલે 24 માંથી 18 બેઠક જીતી હતી

આઈયુએમએલની વાત કરીએ તો કેરળના અનેક મુસ્લિમ વિસ્તારોમાં તે મજબુત જનાધાર ધરાવે છે. જે કોંગ્રેસને અનેક મહત્વની બેઠક પર નિર્ણાયક વોટ ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. આઈયુએમએલે વિધાનસભા ચૂંટણીમાં
અનેક વાર મજબુત સ્થિતિ બનાવી છે. તેમાં પણ જયારે વર્ષ 2016માં જયારે કોંગ્રેસે માત્ર 22 બેઠક જીતી હતી ત્યારે આઈયુએમએલે 24 માંથી 18 બેઠક જીતી હતી. જેના લીધે યુડીએફ સત્તાની નજીક પહોંચી શક્યું.

યુડીએફે કેરલમાં 20 માંથી 18 બેઠક જીતી

વર્ષ 2025ની વિધાનસભા ચૂંટણીમાં યુડીએફે કેરળમાં 20 માંથી 18 બેઠક જીતી હતી. આમ આઈયુએમએલ અને કોંગ્રેસનું ગઠબંધન માત્ર સહયોગ નહી. પરંતુ યુડીએફની ચૂંટણી રણનીતિનો આધાર પર બન્યું હતું. જેણે કેરળ વિધાનસભામાં ગઠબંધનને સત્તા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો…પ્રિયંકા ગાંધીએ જેપી નડ્ડા વચ્ચે થઈ મુલાકાત, બેઠકમાં શું થઈ ચર્ચા, જાણો?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button