
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક સાંસદ ખેતી કરતાં જોવા મળી રહ્યા છે. આ સાંસદ છે સમાજવાદી પાર્ટીના પ્રિયા સરોજ.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં સપાના સાંસદ પ્રિયા સરોજ ખેતરમાં કામ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોને સપાના કાર્યકર્તા ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેઓ કમેન્ટ અને લાઈક્સ કરવાની સાથે સાથે આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે.
આપણ વાંચો: ‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના વિવાદ મુદ્દે સમાજવાદી પાર્ટીએ પ્રતિબંધ મૂકવાની માગણી કરી…
વાઈરલ થઈ રહેલો આ વીડિયો રવિવારના મછલી શહર (અનામત) લોકસભા ક્ષેત્રથી સાંસદ પ્રિયા સરોજે વારાણસીમાં અમૂલ ડેયરી નજીક આવેલા પોતાના પૈતૃક ગામ કરખિયાવ ખાતે ખેતરમાં મહિલાઓ સાથે કામ કરતાં જોવા મળ્યા છે.
તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને એક્સ પર રીલ તરીકે અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોત-જોતામાં વાઈરલ થઈ ગયો હતો. વીડિયોમાં પ્રિયા સરોજ સાથે બીજી મહિલાઓ પણ ખેતરમાં ધાન લગાવતી જોવા મળી રહી છે.
આપણ વાંચો: વર્ષ પછી સમાજવાદી પાર્ટીના સાસંદ પહોંચ્યા શ્રીરામના શરણે, પાર્ટીમાં નવાજૂનીના એંધાણ?
અહીંયા તમારાી જાણ માટે કે સાંસદ પ્રિયા સરોજ કેરાકતના વિધાનસભ્ય તૂફાની સરોજની દીકરી છે. પ્રિયા બાય પ્રોફેશન સુપ્રીમ કોર્ટના વકીલ પણ છે. હાલમાં જ પ્રિયાની સગાઈ ટીમ ઈન્ડિયાના જાણીતા ક્રિકેટર અને અલીગઢમાં રહેતાં રિંકુ સિંહ સાથે થઈ છે અને બંને જણ આ જ વર્ષે નવેમ્બર મહિનામાં લગ્ન કરી લેશે એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
પ્રિયા સરોજે આ રીલના માધ્યમતી એક મહત્ત્વની જાણકારી પણ શેર કરી છે. જનપદ જૌનપુરમાં 110 વિદ્યાર્થીઓને મર્જ-પેયડ કરવાના આદેશથી પ્રભાવિત વર્ગની જિલ્લાધિકારી પાસે જાણકારી માંગી છે. પોતાની પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે 21મી જુલાઈથી 21મી ઓગસ્ટ, 2025 સુધી ચોમાસુ સત્ર ચાલશે. ડેને કારણે તેઓ ત્યાં હાજર રહેશે એટલે તેમના ક્ષેત્રમાં તેમની હાજરી થોડી મર્યાદિત રહેશે.