નેશનલ
Tihar Jail: તિહાર જેલમાં કેદીનું શંકાસ્પદ સંજોગોમાં મોત, આર્મ્સ એક્ટ કેસમાં ધરપકડ થઈ હતી
નવી દિલ્હી: એશિયાની સૌથી સુરક્ષિત ગણાતી તિહાર જેલમાં એક કેદીનું શકાસ્પદ રીતે મોત થતા જેલ પ્રસાશન દોડતું થઇ ગયું છે. અહેવાલો મુજબ કેદીની ઓળખ ગુરદીપ ઉર્ફે ગોરા ઉર્ફે સની તરીકે થઈ છે.
પશ્ચિમ જિલ્લાના વિકાસપુરી પોલીસ સ્ટેશને ગુરદીપને તિહાર જેલમાં મોકલ્યો હતો. તિહાર જેલમાં કેદી ગુરદીપની તબિયત અચાનક બગડ્યા બાદ તેને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પશ્ચિમ દિલ્હીના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુરદીપની ગયા વર્ષે આર્મ્સ એક્ટ અને ચોરીના સામાન હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
જેલવાસ દરમિયાન ગુરદીપને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જ્યાં 6 ફેબ્રુઆરીના રોજ તેનું મૃત્યુ થયું હતું. જેલ પ્રશાસન અને ડોક્ટરોની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
Taboola Feed