ગ્રહોના રાજકુમાર બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં કે એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં ગોચર કરે છે. ઓગસ્ટ મહિનામાં તો આવા અનેક ગ્રહોએ ચાલ બદલી, નક્ષત્ર પરિવર્તન કરીને શુભા-શુભ યોગનું નિર્માણ કર્યું. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ કેટલાક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરી રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકો માટે અનુકુળ સમય શરૂ થઈ રહ્યો છે, આ રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થઈ રહી છે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ગ્રહોના રાજકુમાર બુધ તેમની ચાલ બદલવા જઈ રહ્યા છે. ચોથી સપ્ટેમ્બરના રોજ બુધ સવારે 11.52 કલાકે સિંહ રાશિમાં ગોચર કરશે અને આ અહીં તેઓ 23મી સપ્ટેમ્બર સુધી રહેશે. જોકે, આ દરમિયાન બુધ બે વખત નક્ષત્ર પરિવખત નક્ષત્ર પરિવર્તન કરશે. ચોથી સપ્ટેમ્બર બાદ 14મી સપ્ટેમ્બરના સવારે 6.50 કલાકે બુધ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે અને 21મી સપ્ટેમ્બર સુધી આ જ નક્ષત્રમાં રહેશે અને ત્યાર બાદ 21મી સપ્ટેમ્બરના બપોરે 3.11 કલાકે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. બુધના આ ગોચરથી અમુક રાશિઓને લાભ થઈ રહ્યો છે. ચાલો, જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યું છે. પરિવારના લોકો સાથેના સંબંધો મજબૂત થશે. પરિવાર સાથે સમય પસાર કરીને ખુશી થશે. નોકરી કરી રહેલાં લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે. કામના સ્થળે તમારા કામની નોંધ લેવાશે અને પ્રશંસા થશે.
કર્ક રાશિના જાતકો માટે એક જ મહિનામાં બે વખત થનારું બુધનું ગોચર લાભદાયી રહેશે. વેપાર કરી રહેલાં લોકોને મોટો લાભ થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે જો કોઈ અણબનાવ ચાલી રહ્યો હશે તો તે દૂર થઈ રહ્યો છે. ભાગ્યનો સાથ મળશે. આર્થિક લાભ થવાની શક્યતા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમયગાળો અનુકૂળ રહેશે.
મીન રાશિના જાતકો માટે બુધનું ગોચર શુભ પરિણામ લઈને આવી રહ્યું છે. જીવનમાં જો કોઈ તણાવ ચાલી રહ્યો હશે તો તે દૂર થઈ રહ્યો છે. સમજી વિચારીને નિર્ણય લેશો તો ભવિષ્ય નાણાંકીય લાભ થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહ્યું છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. જીવનમાં નવી નવી તક સામે આવશે.