યુપીમાં રાજકીય સંકટ વચ્ચે પીએમ મોદી યોગી આદિત્યનાથ માટે શું બોલી ગયા કે….
નવી દિલ્હી: દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી સાથે બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બે દિવસીય મુખ્યમંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી, જ્યાં તમામ મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં સુશાસન માટે મિશન મોડમાં કામ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, આ બેઠક દિલ્હીમાં બે દિવસ સુધી ચાલી હતી, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, યુપીના બંને નાયબ મુખ્ય પ્રધાનો અને ભાજપ શાસિત રાજ્યોના ઘણા મુખ્ય પ્રધાનોએ પ્રથમ દિવસે ભાગ લીધો હતો.
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં નબળા પરિણામોને કારણે ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે યોગી સરકાર રાજ્યમાં આવી યોજના ચલાવી રહી છે જેનો દેશના અન્ય રાજ્યોએ પણ અમલ કરવો જોઈએ.
મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથે ગ્રામ સચિવાલય ડિજીટલાઇઝેશન અને રાજ્યની અર્થવ્યવસ્થા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું અને કહ્યું હતું કે રાજ્યની અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન ડોલર બનાવવાનું લક્ષ્ય છે. અહેવાલો અનુસાર, ભાજપના મુખ્યમંત્રી પરિષદમાં સ્વચ્છ ગંગા મિશન અને સ્વચ્છ ભારત અભિયાન પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાતનો મુદ્દો પુનરાવર્તન પામ્યો હતો.
આ પણ વાંચો : UP વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે માતા પ્રસાદ પાંડેના નામ પર મહોર
મીડિયા અહેવાલો અનુસાર બેઠક સમાપ્ત થયા પછી, પાર્ટીના વરિષ્ઠ નેતાએ યુપીના બંને ડેપ્યુટી સીએમ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક સાથે વાત કરી અને તેમને રાજ્યમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી માટે જોરશોરથી તાકાત એકત્ર કરવા કહ્યું. .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ સૂચન આપતા કહ્યું હતું કે જળ જીવન મિશન અંતર્ગત ‘હર ઘર સે નલ’ યોજના પર વધુ ધ્યાન આપવામાં આવે અને સાથે જ તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ચાલી રહેલી યોજનાઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ સાથે જ બેઠકમાં મુખ્યમંત્રીઓને સંગઠન સાથે તાલમેલ રાખવા અને કાર્યકર્તાઓનું સન્માન કરવાઆની ભલામણ કરવામાં આવી છે.
બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામોથી પરેશાન થવાની જરૂરૂ નથી, તમામ આંકડા સરકારની તરફેણમાં છે અને ચૂંટણીમાં ઓછી બેઠકો મળવા છતાં અમે આગળ વધી રહ્યા છીએ. બેઠકમાં મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું હતું કે નિરાશ થવાની જરૂર નથી પરંતુ હવે આપણે વધુ ઉત્સાહથી કામ કરવું પડશે અને જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવું પડશે.