નેશનલ

કૉંગ્રેસની ગેરેન્ટી ભ્રષ્ટાચાર, જાતિવાદ, સગાંવાદની; ભાજપને મત આપો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, જાતિવાદ, સાંપ્રદાયિકતા અને સગાંવાદની ગેરંટી છે, તેમણે હરિયાણાના લોકોને સતત ત્રીજી ટર્મ માટે સત્તારૂઢ ભાજપને મત આપવાની અપીલ કરી હતી.
પાંચમી ઓક્ટોબરે થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા હરિયાણામાં પ્રચારના છેલ્લા દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશમાં મોદીએ કોંગ્રેસ પર તેની કથિત વિભાજનકારી અને નકારાત્મક રાજનીતિ માટે પ્રહારો કર્યા હતા અને ઉમેર્યું હતું કે રાજ્યના દેશભક્ત લોકો ક્યારેય તેમને (કૉંગ્રેસ)ને સ્વીકારશે નહીં.

આ પણ વાંચો: અગાઉના શાસનની જૂની કાર્યપદ્ધતિ નાબૂદ કરી છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…

કોંગ્રેસનો અર્થ ફિક્સર્સ અને જમાઈઓની સિન્ડિકેટ છે, એમ તેમણે 2004-14 દરમિયાન સત્તામાં હતી ત્યારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના વિવાદાસ્પદ જમીનના સોદાના સ્પષ્ટ સંદર્ભમાં જણાવ્યું હતું. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડા હતા.

પિતા-પુત્રની રાજનીતિનું મુખ્ય ધ્યેય માત્ર સ્વાર્થ છે, એમ તેમણે સ્પષ્ટપણે હુડા અને તેમના સાંસદ પુત્ર દીપેન્દ્ર સિંહ હુડાને નિશાન બનાવતા કહ્યું હતું. મોદીએ એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ જૂથબંધીની લડાઈમાં સામેલ છે.
લોકો જાણે છે કે આ પાર્ટી ક્યારેય સ્થિર સરકાર આપી શકતી નથી, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: Gandhi Jayanti 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને કર્યું નમન, રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પી

દિલ્હી અને હરિયાણામાં બેઠેલા બે પરિવારોના ઈશારે સમગ્ર રાજ્યનું અપમાન થઈ રહ્યું હોવાથી હરિયાણાના લોકો પણ દુ:ખી થઈ રહ્યા છે, એવો દાવો મોદીએ કર્યો હતો. હિમાચલ પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં કોંગ્રેસની સરકારોની નિષ્ફળતા લોકો જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની નીતિઓ લોકોને બરબાદ કરે છે અને તેથી જ તેઓ હરિયાણામાં પાર્ટીને બિલકુલ ઈચ્છતા નથી.

મોદીએ કહ્યું હતું કે, જાતિ આધારિત હિંસા અટકાવવામાં અસમર્થતા માટે કોંગ્રેસના નેતાઓ અને પાર્ટીઓ પ્રત્યે દલિતો અને પછાત વર્ગના લોકો પહેલેથી જ નારાજ છે ત્યારે અનામત સમાપ્ત કરવાની તરફેણમાં બોલીને તેમના ઇરાદાઓને સ્પષ્ટ કરી દીધા છે.

આ પણ વાંચો: Saif Ali Khan એ કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને આભાર માન્યો…

લોકોએ પાર્ટીને વધુ એક વખત સજા આપવાનું નક્કી કરી લીધું છે. હરિયાણામાં ભાજપે તેની 10 વર્ષની સરકારમાં લોકોના જીવનને સુધારવા માટે અવિરતપણે કામ કર્યું અને સમાજના દરેક વર્ગના કલ્યાણને પ્રાથમિકતા આપી છે, પછી તે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ગામવાસી કે શહેરવાસી હોય, એમ તેમણે જણાવ્યું હતું.

અમે હરિયાણાને કોંગ્રેસની સરકારો દરમિયાન જોવા મળતા કૌભાંડો અને રમખાણોના યુગમાંથી બહાર લાવ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું. હરિયાણામાં સર્વત્ર ગુંજતો એક અવાજ છે ભરોસા દિલ સે, ભાજપા ફિર સે (ભાજપ ફરી એક વાર).
વડા પ્રધાને લોકોને ભાજપને મત આપવાની અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ એવી સરકારને ચૂંટે જે ભારતને મજબૂત બનાવે એવા સમયે જ્યારે સમગ્ર વિશ્ર્વ આશા અને અપેક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ક્યારેય દેશને મજબૂત કરી શકે નહીં. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત