યુવા સશક્તિકરણ દેશ માટે આવશ્યક: પીએમ મોદી | મુંબઈ સમાચાર
નેશનલ

યુવા સશક્તિકરણ દેશ માટે આવશ્યક: પીએમ મોદી

છેલ્લા 11 વર્ષમાં વિજ્ઞાન, સ્ટાર્ટ અપ્સ, સ્પોર્ટ્સ સહિત અન્ય ક્ષેત્રે અકલ્પનીય કામગીરી થઈ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. હાલ 11મું વર્ષ ચાલી રહ્યું છે. પોતાના આટલા વર્ષના કાર્યકાળ દરમિયાન યુવાનો સશક્ત બને તે વડા પ્રધાન દ્વારા અનેક કાર્યક્રમોનું અમલિકરણ કરવામાં આવ્યું છે. આ અંગે તેમણે X પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર જણાવ્યું કે, પાછલા 11 વર્ષમાં અમારી સરકારે યુવાશક્તિને સશક્ત બનાવવા માટે સતત પ્રયત્ન કર્યા છે. નવી શિક્ષણ નીતિની સાથોસાથ કૌશલ વિકાસ અને સ્ટાર્ટ અપ્સ પર ધ્યાન આપવાથી આપણો યુવાન ‘વિકસિત ભારત’ના સંકલ્પનો મહત્ત્વનો ભાગીદાર બન્યો છે. આ અમારી માટે ખૂબ પ્રસન્નતાની વાત છે કે, આજે દેશનો યુવાન રાષ્ટ્ર નિર્માણમાં અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યો છે.”

વડા પ્રધાને પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું કે, “આપણી યુવા શક્તિ ગતિશીલતા, નવીનતા અને દૃઢ નિશ્ચય સાથે સંકળાયેલી છે. આપણા યુવાનોએ અજોડ ઉર્જા અને દૃઢ નિશ્ચય સાથે ભારતના વિકાસને આગળ ધપાવ્યો છે. જેથી તે આપણી યુવા શક્તિ ગતિશીલતા, નવીનતા અને દૃઢ નિશ્ચય સાથે સંકળાયેલી છે. આપણા યુવાનોએ અજોડ ઉર્જા અને દૃઢ નિશ્ચય સાથે ભારતના વિકાસને આગળ ધપાવ્યો છે. દેશના યુવાનો આજે વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી રહ્યા છે. “

આ પણ વાંચો -‏‏‎ ભારતમાં હિંસા ફેલાવવા માંગતું હતું પાકિસ્તાન, ઓપરેશન સિંદૂરનું નામ લેતાં જ યાદ આવશે પરાજયઃ પીએમ મોદી

તેમણે આગળ જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં, “આપણે એવા નોંધપાત્ર ઉદાહરણો જોયા છે જેમણે સ્ટાર્ટઅપ્સ, વિજ્ઞાન, રમતગમત, સમુદાય સેવા, સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં અકલ્પનીય કામ કર્યું છે. છેલ્લા 11 વર્ષોમાં યુવા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને નીતિ અને કાર્યક્રમોમાં નિર્ણાયક પરિવર્તન પણ જોવા મળ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેવી સરકારી પહેલો એ દૃઢ વિશ્વાસ પર આધરિત છે. તે દર્શાવે છે તે. યુવાનોને સશક્તિકરણ કરવું એ રાષ્ટ્ર દ્વારા કરી શકાય એવું સૌથી પ્રભાવશાળી કામ છે.”

Back to top button