
નવી દિલ્હીઃ ભારતે કરેલી મિલાઇલ હુમલાના કારણે પાકિસ્તાન સ્તબ્ધ છે અને હવે ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. નાપાક પાકિસ્તાન અત્યારે સ્થિતિને બગાડવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યું છે. જો કે, ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની દરેક નાપાક હરકતને નાકામ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી વિભાગોને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, તેમણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર કડક નજર રાખે. ઉપરાંત આ અંગેના કોઈપણ પ્રકારના ખોટા સમાચાર પર તાત્કાલિક પગલાં લો અને તેને વધુ ફેલાવવા ન દો.
બધા મંત્રીઓ તેમની જવાબદારી ઓળખી કાઢવી : સરકાર
મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, આ તો માત્ર શરૂઆત છે. ઉલ્લેખનીય છે કે 7 એપ્રિલે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને નાશ કર્યો હતો. આ બેઠક દરમિયાન સરકારી વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. સરકારે સરકારી વિભાગોને કહ્યું કે, બધા મંત્રીઓએ સંઘર્ષના કિસ્સામાં તેમની જવાબદારી ઓળખી કાઢવી અને તેના પર આગળ વધવાની વાત કરી. ઉદાહરણ તરીકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રી લોકો અને માલસામાનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પુલો અને વિદ્યુત પ્રણાલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને શું આપ્યું માર્ગદર્શન? જાણો વિગત
ગમે તેવી કટોકટીની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા સરકાર સક્ષમ
જે વિભાગ જેના હેઠળ આવે છે, તેવા દરેક મંત્રીઓને પોતાની જવાબદારીઓ નિભાવવમાં માટે કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે કઠોળ, રસોઈ તેલ વગેરે જેવી આવશ્યક ખાદ્ય ચીજો નિયંત્રણમાં રાખી છે અને સરકારને વિશ્વાસ પણ છે કે કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લેવામાં આવશે. જેથી લોકોને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સમાનો નહીં કરવો પડે.