વડા પ્રધાન મોદીની સરદાર પટેલને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું.
મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે તેમનું અનુકરણીય કાર્ય આપણને એક મજબૂત અને વધુ અખંડિત દેશના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે. તેમના નેતૃત્વના ગુણોને લઇને પટેલને સરદાર ઉપનામ આપવામાં આવ્યું હતું. પટેલને આધુનિક ભારતના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સેંકડો રજવાડાઓને સંઘમાં એકીકૃત કરવામાં મહત્ત્વની ભૂમિક ભજવી હતી.
મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે, મહાન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પૂણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમનું દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રની એકતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાંખ્યો હતો. તેમનું અનુકરણીય કાર્ય અમને એક મજબૂત, વધુ સંયુક્ત દેશના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે. અમે તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીએ છીએ અને સમૃદ્ધ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.