ટોપ ન્યૂઝનેશનલ

અને વડા પ્રધાનપદેથી Narendra Modi એ આપ્યું રાજીનામું, પણ

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ આજે વડા પ્રધાનપદે (PM Narendra Modi resigned)થી રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિ ભવન પહોંચીને તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પોતાનું રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને હજુ કામચલાઉ વડા પ્રધાનનો પદભાર સંભાળશે રહેશે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને મોદીએ રાજીનામું આપતી તસવીરો પણ વાઈરલ થઈ હતી, જેમાં મોદીએ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું હતું. પીએમ મોદીએ દિલ્હીમાં એનડીએન (NDA)ની થનારી બેઠકમાં હાજર રહ્યા પૂર્વે રાજીનામું આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિએ તેમના સોશિયલ મીડિયાના સત્તાવાર એક્સ (ટવિટર)ના હેન્ડલ પરથી લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિભવનની મુલાકાત લીધી અને પ્રધાનમંડળ સાથે રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું અને વડા પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનમંડળને નવી સરકાર બનાવવામાં આવે ત્યાં સુધી કાર્યભાર સંભાળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :2024માં PM Modi જ ત્રીજી વખત પણ વડા પ્રધાન બનશે? શું કહે છે ગ્રહ-તારાઓની ચાલ…

લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળ 294 સીટ સાથે બહુમતી મળી છે, ત્યારે એનડીએ ગઠબંધન સરકાર બનાવવાની સંભાવના છે. ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવાની તક ગુમાવી છે, જ્યારે હવે એ શક્ય નથી કે એકલા કોઈ પણ નિર્ણય લઈ શકે, તેથી સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. હવે સાતમી જૂનના આવતીકાલે એનડીએ તમામ સાંસદોની બેઠક બોલાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button