નેશનલ

વડા પ્રધાન મોદીનો યુએઇના વડા સાથે અમદાવાદમાં મેગા રોડ શૉ યોજાયો

આજથી વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં આજથી બુધવારથી શરૂ થનારાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-૨૦૨૪ની પૂર્વસંધ્યાએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે અમદાવાદ એરપોર્ટથી રોડ શૉ યોજ્યો હતો. વડા પ્રધાન અને યુએઇના રાષ્ટ્રપતિનું રસ્તાને બન્ને બાજુ ઉમટી પડેલા હજારો લોકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં સોમવારે મોડી રાત્રે આવી પહોંચેલા વડા પ્રધાન મોદીએ મંગળવારે વિદેશી પ્રતિનિધિઓ અને કંપનીઓના સીઇઓ સાથે બેઠકો યોજ્યા બાદ સૌથી મોટા ટ્રેડ શૉનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ બંને દેશના વડાનો એરપોર્ટ તિરંગા સર્કલથી રોડ શૉ યોજાયો હતો. રોડ શૉના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. સ્વાગત પોઈન્ટ પર અલગ અલગ રાજ્યોની ઝાંખી રજૂ કરાઈ હતી. અહીં મોટી સંખ્યામાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. વડા પ્રધાને ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું હતું.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મંગળવાર મોડી સાંજે હોટેલ લીલા ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વીપક્ષીય બેઠક થઈ હતી. આ પ્રસંગે ભારત અને યુએઈ વચ્ચે ખાસ ટ્રેડ અને ટેક્નોલોજી મુદ્દે એમઓયુ થવાની શક્યતા છે, તો હોટેલ લીલા ખાતે વડા પ્રધાને રાત્રિ ભોજન પણ લીધું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્ર્વિક વેપાર પ્રદર્શની ૨૦૨૪નું ઉદ્ઘાટન કર્યું હતું. આ વૈશ્ર્વિક પ્રદર્શની ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડના કેન્દ્રમાં આવેલા હોલમાં લગાવવામાં આવી છે. તેનું કુલ ક્ષેત્રફળ લગભગ બે લાખ વર્ગ મીટર છે. પ્રદર્શનીમાં કુલ ૨૦ દેશ ભાગ લઈ રહ્યા છે. તેની શરૂઆત વાઈબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનની પહેલા થઈ છે. આ શિખર સંમેલનનું ઉદ્ઘાટન પણ પીએમ મોદી બુધવારે કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો