PM Modiએ Rahul Gandhiને કહ્યા ‘Virus’: કહ્યું આપણી આસ્થા તેમને માટે માત્ર રાજનીતિ
શ્રીનગર: કલમ 370 ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટેના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.
હવે આગામી 25 સપ્ટેમ્બરના રોજ યોજાનારી બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર અને ખાસ તો રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને કોંગ્રેસ વાયરસ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના વાયરસ વિદેશ જઈને શું બોલી આવ્યા તે તમે બધાએ સાંભળ્યું હશે.
આ પણ વાંચો: Breaking: મેટ્રો-થ્રીને મળ્યું નવું મુહૂર્ત PM Modi કરશે હવે આ તારીખે ઉદ્ધાટન
વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસના વાયરસ એવું કહે છે કે ‘આપણાં દેવી દેવતાઓ ભગવાન નથી… હિન્દુ ધર્મમાં, દરેક ગામમાં દેવોની પૂજા કરવાની પરંપરા છે. આપણે ઇષ્ટ દેવોને માનનારા લોકો છીએ અને કોંગ્રેસવાળાઓ કહે છે કે દેવતાઓ ભગવાન નથી. શું આ આપણાં ભગવાનનું અપમાન નથી.
જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન મોદીએ કટરામાં એક સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ થોડા મતો માટે ગમે ત્યારે આપણી આસ્થા અને સંસ્કૃતિને વેચી શકે છે. પીએમ મોદીએ અમેરિકામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું. વડાપ્રધાને કહ્યું, “કોંગ્રેસના લોકો આવી વાતો ભૂલથી નથી કરતા, પરંતુ તે જાણી જોઈને કરવામાં આવેલી ચાલ છે.” આ એક નક્સલી અને વિદેશથી આયાત કરવામાં આવેલી વિચારધારા છે.
આ પણ વાંચો: 40 વર્ષથી ભાજપની માગ છે ‘વન નેશન, વન ઈલેક્શન’, જાણો તેના વિશે
કટરામાં, વડા પ્રધાન મોદીએ કહ્યું, “તમારે કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ખાનદાનોએ આ પ્રદેશને વર્ષો સુધી ઘાવ આપ્યા છે અને ઘાવ આપેલ તેમના રાજકીય વારસા પર સૂર્યાસ્ત તમારે જ કરવો પડશે.” તેમણે કહ્યું કે આ માટે તમારે કમળની પસંદગી કરવી પડશે. આ ભાજપ છે કે જેને તમારી સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે. ભાજપ તમારી સાથે દાયકાઓથી થઈ રહેલા ભેદભાવનો અંત લાવી દીધો છે.