નેશનલ

વડા પ્રધાન મોદીએ નેશનલ ક્રિએટર્સ અવોર્ડ એનાયત કર્યા


ગેરન્ટી આપું છું કે આગામી શિવરાત્રી પર આવો જ કાર્યક્રમ કરીશ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટેકનોલોજીના અલગ અલગ માધ્યમથી વિવિધ પ્રકારની ક્નટેન્ટ ક્રિએટર્સ કરનારા (ક્નટેન્ટ ક્રિએટર્સ)ને ક્રિએટ ઓન ઇન્ડિયા મૂવમેન્ટ' શરૂ કરવા અને ભારતની સંસ્કૃતિ, વારસો અને પરંપરાઓને પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ અહી ભારત મંડપમ ખાતે પ્રથમ નેશનલ ક્રિએટર્સ અવોર્ડ આપતા કહ્યું હતું કે ચાલો આપણે ભારત વિશે ક્નટેન્ટ બનાવીએ, વિશ્વ માટે સર્જન કરીએ. ગ્રીન ચેમ્પિયન કેટેગરીમાં પ્રવેશ પાંડેને જ્યારે કીર્તિકા ગોવિંદાસામીને બેસ્ટ સ્ટોરીટેલરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. સિંગર મૈથિલી ઠાકુરનેકલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર’ અવોર્ડ મળ્યો હતો. ટેક કેટેગરીમાં ગૌરવ ચૌધરીને અને બેસ્ટ ટ્રાવેલ પ્રોડ્યુસરનો અવોર્ડ કામિયા જાનીને આપવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે આવો, આપણે બધા સાથે મળીને ક્રિએટ ઓન ઈન્ડિયા મૂવમેન્ટ’ શ કરીએ. આપણે ભારતની સંસ્કૃતિ, ભારતનો વારસો અને પરંપરાઓ સમગ્ર વિશ્વ સાથે શેર કરીએ.
અવોર્ડ અર્પણ કર્યા બાદ લોકોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે આવો આપણે દરેકને આપણા ભારતની વાત કરીએ. ચાલો આપણે ભારત માટે બનાવીએ, ચાલો વિશ્વ માટે બનાવીએ. એવું ક્નટેન્ટ ક્રિએટ કરીએ જેને તમારી સાથે સાથે દેશને પણ વધુ લાઇક્સ મળે. આપણે આ માટે વૈશ્વિક દર્શકોને જોડવા જોઈએ.
વડા પ્રધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને શુભેચ્છા પાઠવી અને ક્રિએટર્સને વિનંતી કરી કે તેઓ મહિલા શક્તિ'ને તેમના ક્નટેન્ટનો એક ભાગ બનાવે. મોદીએ કહ્યું કે સર્જનાત્મકતા ગેરમાન્યતાઓને પણ સુધારી શકે છે. ચૂંટણી નજીક આવી રહી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે હું તમને ગેરન્ટી આપું છું કે જો શક્ય હોય તો આગામી શિવરાત્રી પર હું આવો જ કાર્યક્રમ યોજીશ. દર્શકોએ પણ અબ કી બાર 400 પારના નારા લગાવ્યા હતા. વડા પ્રધાને કહ્યું કે આ મોદીની ગેરન્ટી નથી, પરંતુ 140 કરોડ ભારતીયોની ગેરન્ટી છે. તેમણેક્નટેન્ટ ક્રિએટર્સ’ને પણ વિનંતી કરી કે તેઓ પ્રથમ વખતના મતદારોને તેમનો મત આપતી વખતે તેમની જવાબદારીઓથી વાકેફ કરે. મલ્હાર કલામ્બેને સ્વચ્છતા એમ્બેસેડર અવોર્ડથી સન્માનિત કરતી વખતે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, “તમામ પ્રકારની સ્વચ્છતા ઉપયોગી થઈ શકે છે, આ ચૂંટણીમાં પણ સ્વચ્છતા થવાની છે…” મોદીએ ક્નટેન્ટ ક્રિએટર્સને યુવાનોમાં માદક દ્રવ્યોના ઉપયોગ સામે જાગૃતિ લાવવા વિનંતી પણ કરી હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button