ટોપ ન્યૂઝનેશનલ

PM Modiને મળ્યું 20મું ઈન્ટરનેશનલ સન્માનઃ ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનીત

કુવૈત: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ મધ્યપૂર્વના દેશ કુવૈતના બે દિવસના પ્રવાસ (PM Modi on Kuwait visit) પર છે. કુવૈતમાં પણ વડાપ્રધાન મોદીનો ડંકો વાગ્યો છે, વડા પ્રધાન મોદીને કુવૈતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનિત કર્યા. આ પહેલા 19 દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરી ચૂક્યા છે, કુવૈત 20મો દેશ છે

આ પણ વાંચો: PM Modi એ કુવૈતમાં કહ્યું, ભારતમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ

આ કારણે અપાયું સન્માન:
ભારત અને કુવૈત વચ્ચે સંબંધોને મજબૂત કરવા માટે વડા પ્રધાન મોદીના પ્રયસો બદલ તેમણે આ સન્માન આપવા આવ્યું છે. કુવૈતમાં ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ મિત્રતાના સંકેત તરીકે રાષ્ટ્રોના વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને એનાયત કરવામાં આવે છે. વડા પ્રધાન મોદી પહેલા આ સન્માન બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને પણ એનાયત કરવામાં આવ્યો છે.

ગત માહિતી આ દેશો પણ આપી ચુક્યા છે સર્વોચ્ચ સન્માન:
નોંધનીય છે કે ગત મહીને ગયાના અને બાર્બાડોસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હતા. ગયાનાએ વડા પ્રધાન મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન – ઓર્ડર ઓફ એક્સેલન્સથી સન્માનિત કર્યા હતા, જ્યારે બાર્બાડોસ તરફથી તેમને ઓનરરી એવોર્ડ ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસનું પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું હતું. ડોમિનિકાએ પણ તાજેતરમાં તેમને સર્વોચ્ચ સન્માન પણ આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button