નેશનલ

વધતાં પ્રદૂષણને પગલે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ ૧૦ નવે. સુધી બંધ

નવી દિલ્હી: દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાને લઇને રાજધાનીની તમામ પ્રાથમિક શાળાઓ ૧૦ નવેમ્બર સુધી બંધ રાખવાની દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ જાહેરાત કરી છે. જ્યારે ૬ થી ૧૨ ધોરણ માટે શાળાઓ પાસે ઓનલાઇન ભણાવવાનો વિકલ્પ છે.

આતિશીએ એક્સ પર જણાવ્યું હતું કે, પ્રદૂષણનું સ્તર ઊંચું રહેવાનું ચાલુ હોવાથી દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ ૧૦ નવેમ્બર સુધી બંધ રહેશે. ગ્રેડ ૬-૧૨ માટે શાળાઓને ઓનલાઇન વર્ગોમાં શિફ્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. રવિવારે સતત છઠ્ઠા દિવસે દિલ્હીમાં ઝેરી ધુમ્મસ છવાયું હતું. પ્રતિકૂળ પવનની સ્થિતિ, ખાસ કરીને રાત્રે શાંત પવનોને કારણે પ્રદૂષણનું સ્તર ફરી એકવાર ગંભીર પ્લસ કેટેગરીમાં પહોંચી ગયું હતું. હવાની ગુણવત્તા સૂચકાંક શનિવારે સાંજે ૪ વાગ્યે ૪૧૫થી રવિવારે સવારે ૭ વાગ્યે ૪૬૦ સુધી બગડ્યો હતો.

કેન્દ્રની વાયુ પ્રદૂષણ નિયંત્રણ યોજના હેઠળ જો એક્યૂઆઇ ૪૫૦નો આંકડો વટાવે તો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદૂષિત ટ્રક, કોમર્શિયલ ફોર વ્હિલર્સ અને તમામ પ્રકારના બાંધકામો પર પ્રતિબંધ સહિત તમામ કટોકટીના પગલા લેવા અને લાગુ કરવા ફરજિયાત છે. તાપમાનમાં ક્રમશ: ઘટાડો, પ્રદૂષણને ફાંસતા શાંત પવનો અને પંજાબ અને હરિયાણામાં લણણી બાદ ડાંગરના ઠૂંઠાંને સળગાવવામાં વધારો થવાને કારણે દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં છેલ્લા અઠવાડિયામાં ભારે ઘટાડો નોંધાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button