તમે કેવી રીતે સમય મર્યાદા નક્કી કરી શકો? રાષ્ટ્રપતિ મુર્મૂએ સુપ્રીમ કોર્ટને પૂછ્યા 14 સવાલ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા 8મી એપ્રિલ 2025માં જે આદેશ આપવામાં આવ્યો હતો, તે મુદ્દે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુપ્રીમ કોર્ટને સવાલો કર્યા છે. તમિલનાડુ સરકાર અને રાજ્યપાલ મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ વિરૂદ્ધ ચુકાદો આપ્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલોએ અને રાષ્ટ્રપતિએ એક નિશ્ચિત સમયમાં તેમની સમક્ષ રજૂ કરાયેલા બિલો પર નિર્ણય લેવો પડશે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ ભારે વિવાદ સર્જાયો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ક્યાં આધારે નિર્ણય લેવામાં આવ્ચો? : રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર રાષ્ટ્રપતિએ આપત્તિ વ્યક્ત કરી અને 14 સવાલો કર્યાં છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, જો દેશના બંધારણમાં આવું કોઈ પ્રાવધાન નથી, તો સુપ્રીમ કોર્ટ દ્વારા ક્યાં આધારે નિર્ણય કરી શકે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 14 પ્રશ્નો કરીને સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માગી છે. કારણે બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે, રાજ્યપાલોએ કે રાષ્ટ્રપતિએ કોઈ ચોક્કસ સમયમાં તેમની પાસે આવેલા બિલો પર નિર્ણય લેવો જોઈએ. તો પછી સુપ્રીમ કોર્ટ આ મામલે કેવી રીતે સમયમર્દાયા નક્કી કરી શકે?
રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને પૂછેલા 14 સવાલો…
- રાજ્યપાલ પાસે કોઈ બિલ રજૂ કરવામાં આવે તો બંધારણના અનુચ્છેદ 200 પ્રમાણે તેમની પાસે ક્યા વિકલ્પો હોય છે?
- શું રાજ્યપાલ આ વિકલ્પો પર વિચાર કરવી વખતે પ્રધાન પરિષદની સલાહ લેવા માટે બંધાયેલા છે?
- શું બંધારણના અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં ન્યાયિક સમીક્ષ થઈ શકે?
- શું અનુચ્છેદ 361 રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલા3 નિર્ણયો પર ન્યાયિક સમીક્ષાને સંપૂર્ણ પ્રતિબંધિત કરી શકે છે?
- શું અદાલતો રાજ્યપાલ દ્વારા અનુચ્છેદ 200 હેઠળ લેવાયેલા નિર્ણયો માટે સમય મર્યાદા નક્કી કરી શકે છે, જ્યાંરે બંધારણમાં સમય મર્યાદાની કોઈ જોગવાઈ નથી?
- શું અનુચ્છેદ 201 હેઠલ રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની સમીક્ષા થઈ શકે છે?
- શું અદાલતો અનુચ્છેદ 201 હેઠળ રાષ્ટ્રપતિ માટે નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરી શકે છે?
- જો રાજ્યપાલે બિલને નિર્ણય લેવા માટે સુરક્ષિત રાખ્યો છે, તો શું અનુચ્છેદ 143 હેઠળ તેમણે સુપ્રીમ કોર્ટની સલાહ લેવી જોઈએ?
- શું રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 200 અને 201 હેઠળ લેવામાં આવેલા નિર્ણયો લાગુ થયા પહેલા અદાલતો તેના પર સુનવણી કરી શકે?
- શું સુપ્રીમ કોર્ટ અનુચ્છદ 142 દ્વારા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની બંધારણીય સત્તાઓમાં બદલાવ કરી શકે છે?
- શું અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલની મંજૂરી વિના રાજ્ય સરકાર કાયદો અમલમાં મુકી શકે છે?
- શું સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 145(3) હેઠળ બંધારણના અર્થઘટનને લગતા કેસોને સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચને મોકલવાનો નિર્ણય લઈ શકે છે?
- શું સુપ્રીમ કોર્ટે એવા કોઈ નિર્દેશ કે આદેશ આપી શકે છે બંધારણ કે વર્તમાન કાયદાથી મેળ ના ખાતા હોય?
- શું અનુચ્છેદ 131 હેઠળ બંધારણ એવી પરવાનગી આપે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના વિવાદમાં માત્ર સુપ્રીમ કોર્ટ જ ઉકેલી શકે છે?
આપણ વાંચો: રાજનાથ સિંહે સેનાના જવાનો સાથે કરી મુલાકાત, પાકિસ્તાનને આપી ચેતવણી કરી આ મોટી માંગ
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને આપ્યો હતો આવો આદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ દેશની સુપ્રીમ કોર્ટને ખૂબ જ તીખા સવાલો કર્યાં છે. કારણે કે, જેનો ભારતના બંધારણમાં કોઈ ઉલ્લેખ જ નથી તે મામલે સુપ્રીમ કોર્ટ કેવી રીતે ચુકાદો આપી શકે? તમિલનાડુ સરકાર અને રાજ્યપાલ વચ્ચે ચાલી રહેલી તકરાર મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને બિલ પર સત્વરે નિર્ણય લેવા માટે આદેશ આપ્યો હતો. જેના કારણે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને આકરા સવાલો કર્યાં છે.