નેશનલ

રાષ્ટ્રપતિ મુર્મૂએ મહિલા અનામત ખરડાને મંજૂરી આપી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહિલા અનામત ખરડાને મંજૂરી આપી છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની ખરડામાં જોગવાઈ છે. રાષ્ટ્રપતિએ ગુરુવારે આ ખરડાને મંજૂરી આપી હતી તેવું કાયદા મંત્રાલયે ૨૯મી સપ્ટેમ્બરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. હવે બંધારણ (૧૦૬મો સુધારો) કાયદા તરીકે અધિકૃત રીતે ઓળખાશે. ઓફિસિયલ ગેજેટમાંના જાહેરનામામાં કેન્દ્ર સરકાર જે તારીખ આપે તે તારીખથી અમલમાં આવશે. ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ સંસદના પાંચ દિવસના વિશેષ સત્રમાં પસાર કરવામાં આવ્યો હતો. મહિલા અનામત ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં તે કાયદો બની ગયો છે. પણ તેને લાગુ પડતાં હજી થોડો સમય લાગશે એમ જણાવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button