નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના NDAના નવા ચૂંટાયેલા સાંસદો આજે શુક્રવાર 7 જૂનના રોજ મળ્યા હતા, જેમાં તમામ પક્ષોએ તેમના નેતા તરીકેના નામમાં નરેન્દ્ર મોદી પર પસંદગી ઉતારી હતી. તેમને સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો કર્યો કરી દીધો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ NDA નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, 09 જૂન 2024ના રોજ સાંજે 07:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે. NDA નેતાઓના સમર્થનના પત્રો મળ્યા બાદ, રાષ્ટ્રપતિને જાણવા મળ્યું કે NDA 18મી લોકસભામાં બહુમતી મેળવવાની સ્થિતિમાં છે. જે પછી, ભારતના બંધારણની કલમ 75(1) હેઠળ, રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને ભારતના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
આ પણ વાંચો : Narendra Modiના ચરણસ્પર્શ કર્યા નીતીશ કુમારે, Video Viral
રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમય જણાવવા વિનંતી કરી હતી. તે સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો તરીકે નિમણૂક કરવા માટે અન્ય નેતાઓના નામની યાદી પણ માંગી હતી.
એનડીએ ગઠબંધને તેમના નેતા તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટયા બાદ નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પછી મોદી રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને તેમના સમર્થક સાંસદોની યાદી આપી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિને મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “18મી લોકસભા નવી ઉર્જા, યુવા ઉર્જા અને કંઈક કરી છૂટવાની હામ સાથેની લોકસભા છે. આઝાદીના અમૃત મહોત્સવ પછી આ પહેલી ચૂંટણી છે. આ એક પ્રકારના એવા 25 વર્ષ છે, જે આપણાં અમૃતકાળના 25 વર્ષ છે.