શરદ પવાર અમારી સાથે આવશે: જલ્દી જ મોટો ધડાકો થવાનો છે: પ્રવીણ દરેકરનો દાવો

મુંબઇ: શરદ પવાર એ મહારાષ્ટ્રનો ક્યારેય અવાજ ન કરાનારો ફટાકડો છે. એ જલ્દી જ ફૂટશે એવો દાવો ભાજપના નેતા પ્રવીણ દરેકરે કર્યો છે. તથા થોડા જ દિવસોમાં શરદ પવાર મહારાષ્ટ્રના વિકાસમાં અમારો સાથ આપશે, એવો દાવો પ્રવીણ દરેકરે કર્યો છે. અજિત પવારના દિલ્હી પ્રવાસ બાદ પ્રવીણ દરેકરનું આ નિવેદન રાજકીય ક્ષેત્રે ખૂબ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. પ્રવણી દરેકરે એક મુલાકાત દરમીયાન આ નિવેદન કર્યું હતું. હવે તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરુ થઇ ગયો છે.
રાષ્ટ્રવાદીના ભાગલા પડ્યાં બાદ થોડાં દિવસો પહેલાં પ્રતાપરાવ પવારના ઘરે અજિત પવાર અને શરદ પવારની મુલાકાત થઇ હતી. ત્યાર બાદ અજિત પવાર છેક દિલ્હી જવા રવાના થયા હતાં. તેથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતાં. એમાં વળી હવે પ્રવીણ દરેકરના નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે. અજિત પવાર એટમ બોમ્બ છે. એ દિલ્હીમાં જઇને કયો ફટાકડો ફોડી આવ્યા એની જાણ જલ્દી જ થશે. એવો દાવો પણ પ્રવીણ દરેકરે કર્યો છે.
શરદ પવારની જેમ જ દેવેન્દ્ર ફડણવીસનો ફટાકડો પણ સાયલેન્ટ છે. તેમને ફટાકડા ફોડવાનું ગમે છે. પ્રવીણ દરેકરે આ મુલારાત દરમીયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બાબતે પણ વાત કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સરકારમાં રહેલી બંદૂક છે. એમાં બૂલેટ નથી પણ એ બૂલેટ કાઢીને તેઓ ખીસ્સામાં રાખે છે. અને યોગ્ય સમયે આ બૂલેટ ખીસ્સામાંથી બહાર નીકળે છે.
દરમીયાન પ્રવીણ દરેકરના આ નિવેદન ને કારણે રાજકીય વર્તુળોમાં એક જ ચર્ચા ચાલી રહી છે. એમાં હવે રાજ્યના રાજકારણમાં કયો નવો ભૂકંપ આવશે એ તો આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે. એમાં પણ થોડા દિવસો પહેલાં અજિત પવાર અને શરદ પવારની થયેલી મુલાકાત, ત્યારબાદ અજિત પવારની દિલ્હી તરફ દોટ એ આ ભૂંકપનું રણશિંગૂ તો નથી ને? એવો પ્રશ્ન લોકોને થઇ રહ્યો છે. હવે પ્રવીણ દરેકરના આ નિવેદન પર શરદ પવારની પ્રતિક્રિયા આવશે કે કેમ એ જોવા યોગ્ય છે.
Sarad Pawar
1. Sarad Pawar Congress, Uddav sathe Rahi maximum sit cover karse, candidate tyaj ubha rahese jya Ajit Pawar – NCP candidate nahoy
2. Ajit Pawar – NCP BJP ma maximum sit cover kare
3. Sarad Pawar + Ajit Pawar total sit 51% thay to NCP fari thi joint thaijay.