તાવ અને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હોસ્પિટલમાં દાખલ
પુણેઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રતિભા પાટીલે તાવ અને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ કરી હતી ત્યારબાદ તેમને મહારાષ્ટ્રના પુણે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રતિભા પાટીલ ૮૯ વર્ષમાં છે. પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા જેમણે 2007 થી 2012 સુધી ભારતના આ ટોચના બંધારણીય પદ પર સેવા આપી હતી.
પુણેની ભારતી હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને તાવ છે અને તેમની છાતીમાં ઇન્ફેક્શન છે હાલમાં તેમની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે તેઓ ડોક્ટરની દેખરેખ હેઠળ છે અને ચિંતા કરવાનો કોઈ કારણ નથી
પ્રતિભા પાટીલે 21 જુલાઈ 2007ના રોજ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું હતું અને દેશના બારમાં રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ તેમના કાર્યકાળ દરમિયાન મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. તેમણે સાબિત કર્યું હતું કે મહિલાઓ તમામ ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે.