નેશનલ

પ્રશાંત કિશોર બેભાન થઇ પડી ગયા! જાણો ગઈ કાલના નાટકીય ઘટનાક્રમ વિષે

પટના: વિરોધ પ્રદર્શન કરી રહેલા બિહાર પબ્લિક સર્વિસ કમીશન (BPSC)ના ઉમેદવારોના સમર્થનમાં ઉતારેલા જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર(Prashant Kishor)ની ગઇ કાલે ધરપકડ કરવામાં આવી હતી, જોકે કાલે જ તેમને જામીન મળી ગયા હતાં. આજે મંગળવારે સવારે પ્રશાંત કિશોરે ફરી ધરણા શરુ કર્યા હતાં, સવારે તેમની તબિયત અચાનક લથડી હતી. તેઓ ધરણા સ્થળે બેભાન થઇને પડી ગયા હતાં, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રશાંત કિશોર 2જી જાન્યુઆરીથી ધારણા પર બેઠલા છે. સવારે 10 વાગ્યા સુધી પ્રશાંત કિશોર વાત કરી રહ્યા હતાં અને પછી અચાનક શાંત થઇ ગયા, થોડીવાર પછી તેઓ બેભાન થઈ ગયા. પટનાની મેદાંતા હોસ્પિટલના ડોકટરોની એક ટીમ શેખપુરા હાઉસ પહોંચી હતી. સ્થિતિ જોઈને ડોક્ટર્સની ટીમે તેને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી. આ પછી તેમના સમર્થકો તેમને એમ્બ્યુલન્સમાં મેદાંતા હોસ્પિટલ લઈ ગયા. તેમની સારવાર કરવામાં આવી રહી છે.

પ્રશાંત કિશોરના સમર્થકોનું કહેવું છે કે તેઓ મંગળવારે સવારે 10 વાગ્યા સુધી લોકો સાથે વાત કરી રહ્યા હતા. થોડા સમય પછી તેઓ અચાનક બેભાન થઈ ગયા. ત્યાં હાજર સમર્થકોએ તેમના ચહેરા પર પાણી છાંટીને ફરીથી ભાનમાં લાવ્યા. તરત જ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા. તપાસ બાદ ડોક્ટરોએ તેને હોસ્પિટલ જવાની સલાહ આપી. ડીહાઈડ્રેશનને કારણે તેમની તબિયત લથડી હતી.

ગઈ કાલે બની નાટકીય ઘટનાઓ:
પટનાના ગાંધી મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોરની સોમવારે સવારે લગભગ 4 વાગ્યે પટના પોલીસે ધરપકડ કરી હતી. લગભગ પાંચ કલાક બાદ તેમને હેલ્થ ચેકઅપ માટે ફતુહા CHCમાં લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ, તેમણે હેલ્થ ચેકઅપનો ઇનકાર કર્યો હતો. આ પછી પટના પોલીસે તેમને સિવિલ કોર્ટમાં રજૂ કર્યા. પટના પોલીસે પ્રશાંત કિશોર વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ અને પરવાનગી વિના પ્રદર્શન કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો.

Also read:બિહારમાં મારી પાર્ટી જીતી તો એક કલાકમાં દારુબંધી સમાપ્ત થશેઃ પ્રશાંત કિશોરનો દાવો

કોર્ટે કેસની સુનાવણી કરી તેમને પીઆર બોન્ડ પર જામીન આપ્યા હતા. પરંતુ, પ્રશાંત કિશોરે કહ્યું કે મારે કોઈ શરતે જામીન નથી જોઈતા. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો બોન્ડ નહીં ભરાય તો તમારે જેલમાં જવું પડશે. પ્રશાંત કિશોરે કોર્ટમાં કહ્યું કે વિરોધ પ્રદર્શન કરવો એ અમારો મૂળભૂત અધિકાર છે. પ્રશાંત કિશોરે કોર્ટને કહ્યું કે જામીન આપો પરંતુ હું શરતો સ્વીકારીશ નહીં. હું રૂ. 25 હજારનો પર્સનલ બોન્ડ પણ નહીં ચૂકવું. ત્યાર બાદ તેમને બેઉર જેલમાં પણ મોકલવામાં આવ્યા. પરંતુ, થોડા સમય બાદ કોર્ટના આદેશમાં ફેરફાર કરીને પોલીસે તેમને છોડી મૂક્યો હતો. કોર્ટે તમામ શરતો દૂર કરી હતી. પ્રશાંત કિશોરને સોમવારે રાત્રે જ મુક્ત કરવામાં આવ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button