પ્રાણપ્રતિષ્ઠા અગાઉ અયોધ્યામાં અભેદ સુરક્ષા વ્યવસ્થા | મુંબઈ સમાચાર
નેશનલ

પ્રાણપ્રતિષ્ઠા અગાઉ અયોધ્યામાં અભેદ સુરક્ષા વ્યવસ્થા

એનડીઆરએફની ટીમ રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ હુમલાઓને ખાળવા સક્ષમ

ચાંપતી સુરક્ષા: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અગાઉ અયોધ્યામાં ચાંપતી નજર રાખી રહેલો સશસ્ત્ર સુરક્ષા અધિકારી. (એજન્સી)

નવી દિલ્હી: રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ હુમલાઓ તેમજ ધરતીકંપ અને ડૂબવાની ઘટનાઓ જેવી આપત્તિઓનો સામનો કરવા માટે પ્રશિક્ષિત અનેક એનડીઆરએફની ટીમો, રામાભિષેક સમારોહ પહેલા અયોધ્યામાં તૈનાત કરવામાં આવી છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડાયરેક્ટર જનરલ અતુલ કરવલે શુક્રવારે જણાવ્યું હતું કે આ ટીમોએ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે મંદિરના નગરમાં સતત પરિચિતતાની કવાયત અને સિમ્યુલેશન કવાયત હાથ ધરી રહી છે.

તેમણે કહ્યું કે દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલ જી-૨૦ સમિટ દરમિયાન એનડીઆરએફની બહુવિધ ટીમો, થોડા હેઝમેટ વાહનોને અયોધ્યામાં કોઈપણ પ્રકારની આપત્તિ અથવા મુશ્કેલીનો અસરકારક રીતે સામનો કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

૨૨ જાન્યુઆરીના પ્રસંગ પછી પણ જ્યાં સુધી શહેરમાં જોરદાર પ્રવૃત્તિ અને યાત્રાળુઓનો ધસારો ચાલુ રહેશે ત્યાં સુધી ટીમો અયોધ્યામાં તૈનાત રહેશે. આ અભિષેક સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારી અને ખાનગી ક્ષેત્રના મહાનુભાવો હાજરી આપશે.

મલ્ટિ-ટન હેઝમેટ વાહનો ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને આ દરેક સ્વદેશી બનાવટના વાહનોની કિંમત લગભગ પંદર કરોડ રૂપિયા છે.

ડૂબવાની કોઈપણ ઘટનાને પહોંચી વળવા માટે ફોર્સની ડાઇવિંગ ટીમોને સરયુ નદી અને શહેરના અન્ય જળાશયો પર તૈનાત કરવામાં આવી છે.

આ સિવાય બચાવ ટુકડીઓ તેમના સાધનો અને કૂતરાઓ સાથે અયોધ્યામાં છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button