નેશનલ

Prajwal Revanna ટૂંક સમયમાં જર્મનીથી ભારત પરત ફરશે, એસઆઈટી સમક્ષ થશે હાજર

નવી દિલ્હી : જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડેડ નેતા અને કર્ણાટકની હાસન લોકસભા સીટના સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) ટૂંક સમયમાં ભારત પરત આવી શકે છે. સત્તાવાર સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા પ્રજ્વલ રેવન્નાએ 30 મેના રોજ મ્યુનિક જર્મનીથી બેંગ્લોરની રિટર્ન ફ્લાઈટ ટિકિટ બુક કરાવી છે. એવું માનવામાં આવે છે કે પ્રજ્વલ રેવન્ના ભારત પરત ફરતાની સાથે જ ધરપકડ કરવામાં આવી શકે છે.

આ દિવસે ભારત આવી શકે છે

વિશેષ તપાસ ટીમ (SIT)ના સૂત્રોએ માહિતી આપી છે કે પ્રજ્વલ રેવન્ના 31 મેના રોજ બેંગલુરુ, કર્ણાટક પહોંચે તેવી શક્યતા છે. પ્રજ્વલ રેવન્નાની ધરપકડ માટે કેમ્પેગૌડા એરપોર્ટ પર પોલીસ સતત નજર રાખી રહી છે. સાંસદ પ્રજ્વલ રેવન્નાએ બે દિવસ પહેલા એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો જેમાં તેણે 31 મેના રોજ SIT સમક્ષ હાજર થવા અને તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું.

ભગવાન, જનતા અને મારા પરિવારના આશીર્વાદ મારી સાથે

કર્ણાટક જાતીય સતામણીના આરોપી પ્રજ્વલ રેવન્નાએ વીડિયો સંદેશમાં સોમવારે કહ્યું કે તે 31 મેના રોજ SIT સમક્ષ હાજર થશે. મારા પરના તમામ આરોપો ખોટા છે. મને કોર્ટમાં વિશ્વાસ છે હું કોર્ટ દ્વારા ખોટા કેસમાંથી બહાર આવીશ. તેમણે પોતાની સામેના કેસોને રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવતા કહ્યું કે તે ડિપ્રેશનમાં હતો.

કન્નડ ભાષામાં જાહેર કરાયેલા એક વીડિયો નિવેદનમાં તેણે કહ્યું કે ભગવાન, જનતા અને મારા પરિવારના આશીર્વાદ મારી સાથે છે. હું શુક્રવાર 31મી મેના રોજ SIT સમક્ષ ચોક્કસપણે હાજર થઈશ.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા