નેશનલ

Prajwal Revanna ના ભાઇ સૂરજ રેવન્નાની પણ કાર્યકર્તાના યૌન શોષણ કેસમાં ધરપકડ

બેંગલુરુ : પ્રજ્વલ રેવન્ના( Prajwal Revanna)ના ભાઇ જેડીએસના એમએલસી સૂરજ રેવન્નાની પાર્ટી કાર્યકર્તા પર યૌન શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સૂરજ રેવન્ના અને તેના પિતા એચડી રેવન્ના પહેલા પણ જાતીય શોષણ અને અપહરણના આરોપો લાગેલા છે. આ બંને સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શનિવારે સૂરજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અકુદરતી જાતીય સબંધ સિવાય તેના પર અન્ય ઘણા આરોપો પણ છે. પોલીસે સૂરજની પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી હતી.

આ કલમો હેઠળ કેસ નોંધાયેલ

27 વર્ષીય યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને લખ્યું હતું કે હોલેનારસીપુરાના ધારાસભ્ય એચડી રેવન્નાના મોટા પુત્ર સૂરજ રેવન્નાએ 16 જૂને ઘનીકડાના એક ફાર્મહાઉસમાં તેની સાથે જાતીય શોષણ કર્યું હતું. આ ફરિયાદના આધારે હોલેનરસીપુરા પોલીસે શનિવારે સાંજે સૂરજ વિરુદ્ધ IPCકલમ 377 (અકુદરતી અપરાધ), 342 (ખોટી રીતે બંધક બનાવવું) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો. જો કે, 37 વર્ષીય સૂરજે આ આરોપોને સદંતર ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે તેમની પાસેથી 5 કરોડ રૂપિયા પડાવવા માટે તેમની સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કાર્યકતા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો

પોલીસે જેડીએસ કાર્યકર વિરુદ્ધ છેડતીનો કેસ પણ નોંધ્યો છે. આ કેસ સૂરજ રેવન્નાના નજીકના શિવકુમારની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. શિવકુમારે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે પાર્ટી કાર્યકર સૂરજ રેવન્ના પાસેથી પૈસાની માંગણી કરી રહ્યો હતો અને જો તે આમ નહીં કરે તો તેની સામે યૌન શોષણના ખોટા આરોપો દાખલ કરવાની ધમકી આપી રહ્યો હતો. આરોપમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં 2 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.

પ્રજ્વલ પોલીસ કસ્ટડીમાં છે

સૂરજના ભાઈ અને હાસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના યૌન શોષણના કેસમાં પહેલાથી જ પોલીસ કસ્ટડીમાં છે. તેના પર અનેક મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. જર્મનીથી પરત ફર્યા બાદ 31 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ લોકસભા ચૂંટણી 2024માં પાર્ટીના ઉમેદવાર પણ હતા.

મહિલાનું અપહરણ કરીને રાખવાનો આરોપ

પરંતુ હાસન લોકસભા સીટ પરથી હારી ગયા હતા. હાસન સીટ પર મતદાન બાદ પ્રજ્વલ જર્મની ગયો હતો અને પાસપોર્ટ રદ કરવાની ધમકી મળતા તે પરત ફર્યો હતો. પ્રજ્વલના પિતા એચડી રેવન્ના અને માતા ભવાની જામીન પર બહાર છે. આ બંને પર પ્રજ્વલ દ્વારા યૌન શોષણ કરતી એક મહિલાનું અપહરણ કરીને રાખવાનો આરોપ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button