મેરઠમાં પ્રદીપ મિશ્રાની કથામાં કાબૂ બહાર ભીડ, નાસભાગમાં ઘણા બાળકો અને મહિલાઓ કચડાઇ…
મેરઠમાં પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણ કથા દરમિયાન શુક્રવારે નાસભાગ મચી ગઇ હતી, જેમાં અનેક મહિલાઓ અને વૃદ્ધો કચડાઇને ઘાયલ થયા હતા. એવું કહેવાય છે કે કથા દરમિયાન ભીડ બેકાબુ બનતા નાસભાગ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની ફરિયાદ દૂર થઇ, વન નેશન-વન ઈલેક્શન પર બનેલી JPCના સભ્યોની સંખ્યા વધી
પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણ કથાનો આજે છઠ્ઠો દિવસ છે. આવતી કાલે કથાનો છેલ્લો દિવસ હશે. આવી સ્થિતિમાં આજે લાખઓ લોકોની ભીડ જામી છે. લોકોની ભીડ બેકાબુ બની ગઇ હતી અને નાસભાગ મચી ગઇ હતી. કથા દરમિયાન નાસભાગના કારણે હંગામો મચી ગયો છે. આ અકસ્માતમાં અનેક મહિલાઓ અને વૃદ્ધો કચડાઇને ઘાયલ થયા છે.
પોલીસે જણાવ્યું હતું કે કથામાં પંડિત પ્રદીપ મિશ્રાને સાંભળવા દરરોજ એક લાખથી વધુ લોકો આવી રહ્યા છે. પંડાલની અંદર અને બહાર પોલીસ ફોર્સ પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે. નાસભાગની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભીડને કાબુમાં લીધી હતી. મેડિકલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પોલીસે જણાવ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે.
આ પણ વાંચો : Jaipur Tanker Blast:જયપુર- અજમેર હાઇવે દુર્ઘટનામાં અત્યાર સુધી ચારના મોત, 40 વાહનો બળીને ખાખ
જોકે, આ ઘટનામાં ઘણી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે, કોઇને ગંભીર ઇજા થઇ નથી.