નેશનલ

પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે અપાશે ખાસ આમંત્રણ…

અયોધ્યા: અત્યારે ભવ્ય રામ મંદિર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રામ મંદિરના નિર્માણ અને અભિષેક માટે દેશના અલગ અલગ વિસ્તારમાંથી ઘણા મોટા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો એ દરેક વ્યક્તિ સુધી સંદેશો પહોંચાડવા માટે પહેલી જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ‘ડોર-ટુ-ડોર’ અભિયાન શરૂ કરશે. આરએસએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંગઠન તેના સ્વયંસેવકોની નાની ટીમો બનાવશે. તેમજ આ સમય દરમિયાન લગભગ 10 કરોડ લોકો સાથે રામ સભા કરવામાં આવશે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકની ઉજવણીમાં ભાગ લેવા માટે દરેકને આમંત્રિત કરવામાં આવશે.

આ મહિનાની શરૂઆતમાં ભુજમાં આરએસએસની બેઠક બાદ આરએસએસના મહાસચિવે જણાવ્યું હતું કે આરએસએસના સ્વયંસેવકો રાજ્યોમાં ઘરે ઘરે જશે અને તમામ ઘરોમાં આમંત્રણ આપશે. આરએસએસના એક વરિષ્ઠ અધિકારીએ તો વળી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હિન્દુઓને એક કરવાનો કાર્યક્રમ ગણાવ્યો હતો. અયોધ્યા પ્રભુ રામના મંદિર માટે આરએસએસને દ્વારા અગાઉ પણ ઘણા કાર્યક્રમ કરવામાં આવ્યા છે.


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને પ્રુ રામ વિશે માહિતી આપવામાં આવે છે અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિર વિશે ઘણી અજાણી વાતો વિશે પણ જણાવવામાં આવે છે. આ ઉપરાંત RSS કોંગ્રેસ સહિત વિપક્ષના તમામ રાજકીય અભિયાનો કે જેમાં તેમનો કોઇ પણ રીતે વિરોધ થાય તો તે બાબતોનો સામનો કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. આ ઉપરાંત આરએસએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્ઞાતિની વસ્તીગણતરી કરાવવાનો અને ચૂંટણી પ્રચારના ભાગરૂપે આ મુદ્દો ઉઠાવવાનો વિચાર હિંદુઓને જાતિના આધારે વિભાજિત કરવાની યુક્તિ જેવું લાગે છે.


ત્યારે RSSએ હંમેશા એવા સમાજ માટે પ્રચાર કર્યો છે જ્યાં કોઈ જાતિનું વિભાજન નહીં હોય. આરએસએસના વડા મોહન ભાગવતજીએ તેમના તમામ ભાષણોમાં આનો ઉલ્લેખ કર્યો છે અને ધર્માંતરણ માટે જાતિના પૂર્વગ્રહને પણ જવાબદાર ઠેરવ્યો છે. ભગવાન રામ જાતિમાં માનતા ન હતા તેમણે ક્યારેય લોકોને વિભાજિત કર્યા નથી. એટલે અમે પણ ભગવાન રામના એ ઉદેશ્ય પ્રમાણે જ ચાલીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button