નેશનલ

ત્રણ દિવસ બાદ પીપીએફ એકાઉન્ટ હોલ્ડરને મળી શકે છે Good News

નવી દિલ્હીઃ 30મી સપ્ટેમ્બરના નાણા મંત્રાલય દ્વારા નાની નાની બચત યોજનાઓના વ્યાજદરની સમીક્ષા કરશે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે કેન્દ્ર સરકાર પોતાની બચત યોજનાના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ઓક્ટોબરથી ડિસેમ્બર માટેના વ્યાજદરની સમીક્ષા કરીને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફ સહિતની અન્ય સેવિંગ્સ સ્કીમના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.

30મી જૂન, 2023ના જુલાઈથી સપ્ટેમ્બર મહિના માટે વ્યાજદરની સમીક્ષા કરીને નવા વ્યાજદરની જાહેરાત કરવામાં આવી હતી. એ સમયે માત્ર એક વર્ષ અને બીજા વર્ષની મર્યાદા ધરાવતી પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમ વ્યાજદરમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો એ સમયે પાંચ વર્ષના રેકરિંગ ડિપોઝિટ પર વ્યાજદરને 6.2થી વધારીને 6.5 ટકા કરી દીધું હતું.

આરબીઆઈના મે, 2022થી લઈને ફેબ્રુઆરી, 2023 વચ્ચે 2.50 ટકા રેપોરેટમાં વધારો કર્યો હતો અને આ દરમિયાન બેંકોએ ડિપોઝીટ પર વ્યાજ દર વધાર્યા હતા, જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનાથી લઈને કિસાન વિકાસ પત્ર અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને સિનીયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજદરમાં વૃદ્ધિ કરી હતી. પરંતુ પીપીએફના વ્યાજદરમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નહોતો.

સરકારની બચત યોજનામાં એનએસસી એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 7.70 ટકા વ્યાજ મળી રહ્યું છે, જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. 115 મહિનાની મેચ્યોરિટીવાળા કિસાન વિકાસ પક્ષ પર 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે, જયારે સિનીયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે.

2023-24ના નાણાંકીય વર્ષ માટે વ્યાજદરમાં વધારાને કારણે સરકારની બચત યોજનાઓમાં રોકાણનું પ્રમાણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આ સ્કીમને વધુ આકર્ષક બનાવવા માટે એવું માનવામાં આવી રહ્યું છે કે નાણાં મંત્રાલય દ્વારા પીપીએફ સહિત અન્ય સેવિંગ સ્કીમમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવી શકે છે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button