સત્તાભૂખ્યા નેતાઓ સનાતન ધર્મને નુકસાન નહીં પહોંચાડી શકે: આદિત્યનાથ
સનાતન ધર્મ પર આંગળી ચીંધવી એ માનવતાને મુશ્કેલીમાં મૂકવાનો દૂષિત પ્રયાસ કરવા સમાન
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે જન્માષ્ટમી નિમિત્તે પોલીસ લાઈન્સ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જે સનાતન ધર્મને રાવણનો અહંકાર ભૂંસી નાખવામાં નિષ્ફળ ગયો, જે સનાતનને કંસની ગર્જના હલાવવામાં નિષ્ફળ ગઇ અને જે સનાતનને બાબર અને ઔરંગઝેબના અત્યાચારો ખતમ કરી શક્યા ન હતા, તે સનાતનને આ ક્ષુદ્ર સત્તા ભૂખ્યા “પરોપજીવી જીવો શું ભૂંસી શકશે?!
તેમનું નિવેદન ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિને કથિત રીતે સનાતન ધર્મ વિરોધી ટિપ્પણી કર્યા પછી શરૂ થયેલા વિવાદ વચ્ચે આવ્યું છે.
કોઈનું નામ લીધા વિના, આદિત્યનાથે કહ્યું કે સનાતન ધર્મ પર આંગળી ચીંધવી એ માનવતાને મુશ્કેલીમાં મૂકવાનો દૂષિત પ્રયાસ કરવા સમાન છે.
તેમણે સનાતન ધર્મને સૂર્યની જેમ ઊર્જાનો ોત ગણાવ્યો હતો. ફક્ત મૂર્ખ જ સૂર્ય તરફ થૂંકવાનું વિચારી શકે છે, કારણ કે તે થૂંકનાર વ્યક્તિના ચહેરા પર સ્વાભાવિક રીતે જ પાછું આવશે.
વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા મુખ્ય પ્રધાને કહ્યું કે તેમની ભાવિ પેઢીઓ તેમના દુષ્કૃત્યોને કારણે શરમમાં જીવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની પરંપરા પર ગર્વ અનુભવવો જોઈએ. જે લોકોએ ભગવાનને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો તે બધાનો સ્વયં નાશ થયો. વિપક્ષ ક્ષુદ્ર રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ભારતની પ્રગતિમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તે કામ કરશે નહીં.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે ભગવાન કૃષ્ણનો જન્મ ધર્મ, સત્ય અને ન્યાયની સ્થાપના માટે ભગવાન વિષ્ણુના અવતાર તરીકે થયો હતો. (પીટીઆઈ)ઉ