નેશનલ

દેશમાં ગરીબી ઘટી: NCAER Report

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના પડકારો અને છતાં ગરીબીનો દર 2011-12ના 21.2 ટકાથી ઘટીને 2022-24માં 8.5 ટકા થઈ ગયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, એમ આર્થિક બાબતો પર અભ્યાસ કરતી એનસીએઈઆર (નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક્સ રિસર્ચ)ના અભ્યાસપત્રમાં જણાવવામાં આવ્યું છે.

રિથિન્કિંગ સોશિયલ સેફટી નેટ્સ ઈન અ ચેન્જિંગ સોસાયટી (બદલાતા સમાજમાં સામાજિક સુરક્ષાના માળખા પર પુનર્વિચાર કરવો) મથાળા સાથેના સંશોધન પત્રમાં એનસીએઈઆરના લેખક સોનલદે દેસાઈએ ઈન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે (આઈએચડીએસ)ના તાજેતરમાં પૂરા થયેલા ત્રીજા વેવના આંકડાનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત આઈએચડીએસના પહેલા અને બીજા વેવના આંકડાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આઈએચડીએસના આંકડા મુજબ ગરીબીમાં 2004-2005 અને 2011-2012 વચ્ચે નોંધપાત્ર ઘટાડો થયો હતો અને તે 38.6 ટકાથી ઘટીને 21.2 ટકા સુધી પહોંચ્યો હતો. તે 2011-12 અને 2022-24 વચ્ચે પણ ઘટવાનું ચાલુ રહ્યું હતું અને તે 21.2 ટકાથી 8.5 ટકા સુધી પહોંચી ગયો હતો.

આ સંશોધનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આર્થિક વિકાસ અને ગરીબીમાં ઘટાડાને કારણે સમાજિક સુરક્ષાના કાર્યક્રમો ઘડવા માટે સાનુકુળ વાતાવરણ નિર્મિત થાય છે. સમાજના વિશાળ વર્ગમાં દીર્ઘકાલીન ગરીબીની સમસ્યાના નિરાકરણ માટે પરંપરાગત વ્યૂહરચના ઓછી અસરકારક હોઈ શકે છે કેમ કે આ વર્ગમાં જન્મના અકસ્માતો કરતાં જીવનના અકસ્માતો વધુ મહત્ત્વના બની રહેતા હોય છે, એમ તેમાં જણાવવામાં આવ્યું છે.

સંશોધનપત્રમાં એવી પણ નોંધ કરવામાં આવી છે કે સામાજિક સુરક્ષાની પ્રણાલીઓને સામાજિક પરિવર્તનની ગતિ સાથે જાળવી રાખવાની ખાતરી રાખવાનો ભારત સામે મોટો પડકાર હશે કેમ કે તેઓ સમાનતાના વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે.
આ સંશોધનપત્રમાં જણાવ્યા મુજબ આર્થિક વિકાસના યુગ દરમિયાન જ્યારે તકોનો વધારો થાય છે ત્યારે ગરીબીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા નિર્ધારકોમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે કુદરતી આફતો, માંદગી અને મૃત્યુ સાથે સંકળાયેલા જીવનના અકસ્માતો અને વ્યવસાય વિશિષ્ટ તકોમાં ફેરફાર વધુ મહત્ત્વપૂર્ણ બની શકે છે. (PTI)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો