જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલાના ત્રણ આતંકીઓના પોસ્ટર લગાવાયા, 20 લાખનું ઈનામ જાહેર | મુંબઈ સમાચાર

જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલાના ત્રણ આતંકીઓના પોસ્ટર લગાવાયા, 20 લાખનું ઈનામ જાહેર

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ પોલીસ અને સુરક્ષાદળો આ હુમલામાં સામેલ આતંકીઓની સતત શોધખોળ કરી રહ્યા છે. ત્યારે હવે આતંકીઓને ઝડપથી શોધવા માટે પોલીસ વધુ સક્રિય બની છે. જેના પગલે પોલીસે ત્રણ આતંકીઓના પોસ્ટર જાહેર કર્યા છે તેમજ તેને પકડનારને અથવા માહિતી આપનારને રૂપિયા 20 લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.

ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન

આ પોસ્ટરો જમ્મુ અને કાશ્મીરમાં લગાવવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા. સેનાએ જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સેનાએ સ્થાનિક નાગરિકો પાસેથી પણ મદદ માંગી છે. આ અંગે ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે.

ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું

જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી કેમ્પોનો ઉડાવી દેવામાં આવ્યા હતા.પાકિસ્તાને ભારતના ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સેનાએ તેના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ભારતે પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપ્યો હતો.

આપણ વાંચો:  અમૃતસરમાં લઠ્ઠાકાંડથી 14 લોકોનાં મૃત્યુ, 6ની હાલત ગંભીર

કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવી

ઉલ્લેખનીય છે કે, પહલગામના આતંકી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ આ હુમલામાં સામેલ આતંકવાદીઓનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. તેમજ આ હુમલામાં સામેલ લોકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સંબંધિત લેખો

Back to top button