FD કરતાં વધારે સારું રિટર્ન આપે છે Indian Post ની આ સ્કિમ્સ, એક વખત જાણી લેશો તો…
નેશનલ

FD કરતાં વધારે સારું રિટર્ન આપે છે Indian Post ની આ સ્કિમ્સ, એક વખત જાણી લેશો તો…

આપણામાંથી મોટાભાગના લોકો ફ્યુચર પ્લાનિંગ માટે જાત જાતની સ્કીમ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ કે મ્યુચ્યુલ ફંડ્સમાં રોકાણ કરતાં હશે, પરંતુ આ બધામાં પોસ્ટ ઓફિસ રોકાણ માટેનું સૌથી બેસ્ટ અને સેફ ઓપ્શન છે. પોસ્ટ ઓફિસની સ્કીમ 100 ટકા સુરક્ષિત છે એટલે અને વળતર પણ સારું મળે છે. બીજા શબ્દોમાં કહી શકાય કે પોસ્ટ ઓફિસની સ્કીમ ઝીરો રિસ્ક સાથે બેસ્ટ રિટર્ન આપે છે. આને કારણે વધુને વધુ લોકો હવે પોસ્ટ ઓફિસની સ્કીમ્સમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.

આજે અમે અહીં તમને પોસ્ટ ઓફિસની પાંચ એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં રોકાણ કરીને તમે કોઈ પણ જાતના જોખમ વિના ગેરેન્ટેડ રિટર્ન મેળવી શકો છો. ચાલો જોઈએ કઈ છે આ સ્કીમ-

ટાઈમ ડિપોઝિટ સ્કીમઃ
પોસ્ટ ઓફિસની આ ટાઈમ ડિપોઝીટ સ્કીમ યોજના પાંચ વર્ષ માટે 7.5 ટકાનું રિટર્ન ઓફર કરે છે અને એકથી ત્રણ વર્ષના સમયગાળા માટે 6.9 ટકાનું વાર્ષિક વ્યાજ ઓફર કરે છે.

મંથલી ઈનકમ સ્કીમ
માસિક આવક યોજનામાં 7.4 ટકા દર મહિને વ્યાજ ઓફર કરે છે અને આ સ્કીમમાં રોકાણ મર્યાદા એક ખાતા પર નવ લાખ રૂપિયાની નક્કી કરવામાં આવી છે જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં તમે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ આ સ્કીમમાં કરી શકો છો.

સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ
સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ (SCSS)માં રોકાણ કરવા પર 8.2 ટકાનું વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમમાં કોઈ પણ વ્યક્તિ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છે. આ સ્કીમમાં કસ્ટમરને ક્વાર્ટલી ઈન્ટરેસ્ટ એકાઉન્ટમાં જમા થાય છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પણ રોકાણ માટેનું એક ઉત્તમ વિકલ્પ છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર 7.5 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવામાં આવે છે. આ સિવાય આ સ્કીમમાં રોકાણ કરવા પર ટેક્સમાં રાહત મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પણ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર 8.2 ટકાના વળતરની સાથે સાથે ટેક્સમાંથી પણ મુક્તિ મળે છે. આ સ્કીમ દીકરીઓના ફ્યુચર પ્લાનિંગ માટે એકદમ બેસ્ટ ચોઈસ છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button