વિવાદાસ્પદ IAS Pooja Khedkarની વોટ્સએપ ચેટ થઈ વાઈરલ, જાણો નવો વિવાદ

મુંબઈ: કરોડોની આવક છતાં દલિત શ્રેણીમાં નોંધણી, દિવ્યાંગતાના સર્ટિફિકેટ, ઓછી રેન્ક છતાં પસંદગી, ટ્રેઈની હોવા છતાં પોતાની પર્સનલ મોંઘીદાટ ગાડી ઓડી પર લાલ-ભૂરી બત્તી અને બંગલાની માગણી જેવા વિવાદોના કારણે મુશ્કેલમાં ફસાયેલી પુણેની પ્રોબેશનરી આઇએએસ પૂજા ખેડકર વધુ એક વિવાદમાં ફસાઇ છે.
પુણેના જિલ્લાધિકારી (કલેક્ટર) ઓફિસના કર્મચારીઓએ પૂજા ખેડેકરે તેમને મોકલાવેલા અમુક વોટ્સએપ મેસેજ બહાર આવ્યા છે. આ વોટ્સએપ ચેટના મેસેજસમાં હજી પ્રોબેશન પર હોવા છતાં અને નોકરીમાં જોડાઇ ચાર્જ નહીં સંભાળ્યો હોવા છતાં તે કર્મચારીઓ પર જોહુકમી કરતા હોય તેવું જણાતું હોવાની ચર્ચા થઇ રહી છે.
વોટ્સએપ સંદેશાઓમાં તે પોતાના રહેવા માટેની જગ્યા, બેસવાની જગ્યા તેમ જ ગાડી વગેરેની જાણકારી માગતી હોવાનું જણાય છે. તે પોતાને એક અધિકારી ગણાવતી હોવાનું પણ સંદેશાઓ પરથી જણાય છે.
કલેક્ટર ઓફિસ દ્વારા પૂજા વિરુદ્ધ થઇ રહેલી તપાસમાં આ બધી જાણકારી અને ત્રણ સ્ક્રિનશોટ્સ સામે આવ્યા છે. આ સંદેશા પણ પૂજા ખેડેકરના પહેલાના વિવાદોની જેમ જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.
પુણેના કલેક્ટર સુહાસ દિવાસેએ આ મામલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખતા પૂજા ખેડેકરની બદલી પુણેથી વાશીમ કરી નાંખવામાં આવી હતી. વડા પ્રધાનના કાર્યાલયમાંથી પુણે ક્લેક્ટરની પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે એની સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએએ) પાસેથી રાજ્ય સરકારે રિપોર્ટ માગ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Also Read –