પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધીઃ હાઇ કોર્ટેનો આગોતરા જામીન આપવાનો પણ ઇનકાર…
નવી દિલ્હી/મુંબઈ: વિવાદાસ્પદ ભૂતપૂર્વ આઇએએસ ટ્રેઇની અધિકારી પૂજા ખેડકરની અડચણો વધવાની શક્યતા છે, કારણ કે દિલ્હી હાઇ કોર્ટે યુપીએસસીની પરીક્ષામાં કથિત છેતરપિંડી કરવા તથા ઓબીસી તેમજ અપંગો માટેના ક્વોટાનો ખોટી રીતે લાભ લેવાના કેસમાં આરોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો છે.
આ પણ વાંચો : ભારતીય યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપનીઓના કર્મચારીઓમાં 6,700 કર્મચારીઓનો ચોખ્ખો ઘટાડો…
વચગાળાની રાહત પણ પાછી ખેંચી
યુપીએસસીની પરીક્ષા બહુ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. સવાલ ફક્ત સંસ્થા વિરુદ્ધ જ નથી ઉઠાવવામાં આવ્યા, પરંતુ સમાજ વિરુદ્ધ છેતરપિંડી કરવામાં આવી છે. આ પ્રકરણે તપાસ કરવાની જરૂર છે, એમ જણાવતા કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવીને ખેડકરને આપવામાં આવેલી વચગાળની રાહત પણ પાછી ખેંચી લીધી હતી. પ્રથમદર્શી ખેડકર સામે બહુ મોટો કેસ બની શકે છે. તેથી આ પ્રકરણે ઝીણવટભરી તપાસ થવી જરૂરી છે, એમ કોર્ટે કહ્યું હતું.
આ પણ વાંચો : પત્નીના પરિવાર કે મિત્રોએ લાંબા સમય સુધી પતિના ઘરમાં રહેવું એ ક્રૂરતા છે’, કોર્ટે આપ્યો મોટો નિર્ણય
જુલાઈમાં પૂજા ખેડકર સામે કાર્યવાહી કરાઈ
યુપીએસસીએ જુલાઇમાં પૂજા ખેડકર સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી જેમાં ખોટી ઓળખ દેખાડીને યુપીએસસીની પરીક્ષા આપવા માટે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો, પરંતુ ખેડકરે પોતાની સામેના દરેક આરોપોને નકારી કાઢ્યા છે.