નેશનલ

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના દર્શાવે છે પોંગલ તહેવાર : મોદી

ચેન્નાઈ /દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે પોંગલનો તહેવાર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રાષ્ટ્રીય ભાવના દેખાડે છે અને આજ ભાવુક નાતો કાશી-તમિલ અને સોરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર-તમિળ સંગમની પરંપરામાં જોવા મળે છે.

દેશની રાજધાનીમાં કેન્દ્રના પ્રધાન એલ. મુરુગનના નિવાસસ્થાને યોજાયેલી પોંગલની ઉજવણીને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે આ તહેવારનો ઉત્સાહ તમિળનાડુના દરેક ઘરમાં જોવા મળે છે. હું બધા લોકોના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને સંતોષ આવે એવી કામના કરું છું. ભારતની વિવિધતાને કોલમ સાથે સરખામણી કરતાં કહ્યું હતું કે જ્યારે દેશના દરેક ખૂણા બીજા સાથે ભાવુકતાથી જોડાય છે ત્યારે દેશની તાકાત નવા સ્વરૂપમાં દેખાય છે. કોલમે સ્વાગત અને શુભની નિશાની ધરાવતું કળાનું એક સ્વરૂપ છે. આમાં ઘરના પ્રવેશની નજીકની જમીન પર ચોખાના વિવિધ લોટ વડે ચિત્રો દોરવામાં આવે છે. વડા પ્રધાને કહ્યું હતું કે ૨૦૪૭ સુધી વિકસિત ભારતના ઘડતરમાં એકતાની આ ભાવના મહત્ત્વનું પરિબળ હશે. મેં લાલ કિલ્લામાં પંચ પ્રાણના મુખ્ય તત્વો જણાવ્યા હતા અને આ દેશની એકતાને ઉર્જા આપે છે એને સુદૃઢ બનાવે છે. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button