નેશનલ

સરકારે લીધેલાં પગલાંઓને કારણે દિલ્હીમાં પ્રદૂષણ ઘટ્યુું: કેજરીવાલ

શિયાળા દરમિયાન લેવામાં આવનારાં પગલાંઓની જાહેરાત

નવી દિલ્હી: સરકારે લીધેલાં પગલાંઓને કારણે દિલ્હીમાં પ્રદૂષણ ઘટ્યું હોવાનું જણાવતાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું.

દિલ્હીમાં પ્રદૂષણને અંકુશમાં લેવા શિયાળા દરમિયાન લેવામાં આવનારાં પગલાંઓની પણ તેમણે જાહેરાત કરી હતી.

ઈલેક્ટ્રીક બસનો આરંભ અને જાહેર કરવામાં આવેલી ઈલેક્ટ્રીક વ્હીકલ (ઈવી) નીતિ સહિતનાં સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંઓને કારણે છેલ્લાં આઠ વર્ષમાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ઊંચું રહેતું હોય તેવા દિવસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું પત્રકારોને આપેલી મુલાકાતમાં કેજરીવાલે કહ્યું હતું.

પ્રદૂષણને અંકુશમાં લેવાં શિયાળા દરમિયાન લેવામાં આવનારાં પગલાંઓની જાહેરાત કરતાં કેજરીવાલે કહ્યું હતું કે ગયા વર્ષના ૪૪૦૦ હેક્ટરની સરખામણીએ આ વરસે ૫૦૦૦ હેક્ટર ખેતીની જમીન પર પૂસા બાયોડિકમ્પોઝર છાંટવામાં આવશે.

પૂસા બાયોડિકમ્પોઝર કૂંસકી બાળવાને કારણે થતાં પ્રદૂષણને રોકે છે.

ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલું પૂસા ડિકમ્પોઝર એ એક પ્રકારનું માઈક્રોબાયલ દ્રાવણ છે જે ડાંગરની કૂંસકીને ૧૫થી ૨૦ દિવસમાં ખાતરમાં પરિવર્તિત કરે છે.
ધૂળનું પ્રદૂષણ રોકવા સરકાર પાણીનો છંટકાવ કરતા ૫૩૦ ઉપકરણે ગોઠવશે અને ૩૮૫ ટુકડી વાહનના પ્રદૂષણ પ્રમાણપત્રની ચકાસણી કરશે તેમ જ મુકરર કરેલી વયમર્યાદા વટાવી ચૂકાલા વાહનોને રસ્તા પર દોડતા રોકશે.

વર્ષ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનોને જપ્ત કરવાનો પણ કોર્ટે આદેશ આપ્યો હતો. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)એ વર્ષ ૨૦૧૪માં ૧૫ વર્ષ જૂના વાહનો જાહેરસ્થળોએ પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. દિલ્હીમાં ખુલ્લામાં કચરો બાળવા પર પ્રતિબંધ હોવાનું જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે આ નિયમનો યોગ્ય રીતે અમલ થાય તેની દેખરેખ ૬૧૧ ટુકડી રાખશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ