બિહારમાં મતદાન બાદ સંઘર્ષની સ્થિતિ : ગોળીબારમાં એકનું મોત જ્યારે બેની હાલત ગંભીર; ઈન્ટરનેટ સેવા બંધ
Patna: બિહારના સારણમાં (Saran) સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ હિંસાના સમાચારો પ્રકાશમાં આવ્યા હતા. જ્યારે મતદાનના બીજા દિવસે મગળવાર સવારે પણ ભાજપ અને આરજેડી કાર્યકર્તાઓની વચ્ચે થયેલી હિંસક સંઘર્ષમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓની હાલત હજુ ગંભીર છે. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર દરમિયાન બાદ પટણા ખસેડવામાં આવ્યા છે.
હાલ બનાવના સ્થળ ભિખારી ઠાકુર ચોક પર મોટી સંખ્યામાં જવાનોના કાફલાને ખડકી દેવામાં આવ્યો છે. બંને પક્ષના કાર્યકર્તાઓની વચ્ચે હિંસક સંઘર્ષની શરૂઆત આરજેડી નેતા રોહિણી આચાર્ય સાથે થયેલ કથિત દુર્વ્યવહાર બાદ શરૂ થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે પણ રોહિણી આચાર્ય બુથ પર પહોંચ્યા બાદ સંઘર્ષ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, સોમવારે રોહિણી આચાર્ય 318 નંબરના મતદાન કેન્દ્ર પર પહોંચી હતી. ત્યારે પણ વિવાદ સર્જાયો હતો પરંતુ મોડી રાત સુધીમાં પોલીસે આ વિવાદ પતાવી દીધો હતો. પરંતુ આજે સવારે બંને પક્ષો વચ્ચે ટકરાવ થયો હતો. આ દરમિયાન એક પક્ષેથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ચંદન રાય નામના વ્યક્તિનું મોત થયું હતું. જો કે હાલ ફાયરિંગનો આરોપ ભાજપના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવી રહ્યો છે.
ઘટનાસ્થળ પર પહોંચેલા એ એસપી રાજકિશોર સિંહે બનાવના દોષિતોને સજા આપવાની ખાતરી આપી હતી. મૃતક ચંદન કુમારના પિતાનું કહેવું છે કે તે ભણવા જતો હતો તે સમયે ભાજપના લોકોએ તેને રોક્યો હતો અને મારપીટ કરીને બબાલ કરી દીધી હતી. ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવી હતી અને તેમાં ચંદનનું મોત થયું હતું. જ્યારે આ ગાહતનમાં બે લોકોને ઇજા પહોંચી હતી , જે બંને હાલ વહુ સારવાર માટે પટણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની તાત્કાલિક કાર્યવાહી કરતાં પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે 2 દિવસ માટે ઈન્ટરનેટ સેવ બંધ કરી દેવામાં આવ્યું છે. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં સુરક્ષાદળોના જવાનોનો કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.