CAA પર રાજકારણ ગરમાયુંઃ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વાર આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી પહેલા CAA કાયદાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. અસદુદ્દીન ઓવૈસીએ CAAને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઓવૈસીએ કહ્યું હતું કે CAAનો કાયદો બંધારણ વિરોધી છે અને તે કાયદાનું ઉલ્લંઘન કરે છે. CAA ધર્મના આધારે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓવૈસીએ કહ્યું હતું કે મોદી સરકારે લોકોને જણાવવું જોઈએ કે આપણા દેશને લઈને તેમની નીતિ શું છે?
આ ઉપરાંત, ઓવૈસીએ તેમની કાર પર થયેલા હુમલાને યાદ કરીને કહ્યું કે હુમલો કરાવે હવે શું અમને ગોળી મારશે? જો કે સરકાર કંઇ પણ કરી લે, પરંતુ અમે બોલતા રહીશું. તેમને 1955માં થયેલી મથુરાની ઈદગાહની સમજૂતીની પણ વાત કરી હતી.
ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે જ્યારે કાર સેવકોએ 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરીના સ્ટ્રક્ચરને તોડી પાડ્યું ત્યારે તેઓ ત્યાં હાજર હતા અને તેમને ગર્વ અને આનંદની લાગણી થઈ હતી.
ત્યારે ઓવૈસીઓ દેવેન્દ્ર ફડણવીસના નિવેદનની પણ ટીકા કરતા કહ્યું હતું કે આવા નિવેદનોથી દેશમાં અરાજકતા ફેલાય છે. તમે બંધારણના પદ પર બેસીને કેટલી વાહિયાત વાતો કરી રહ્યા છો. જો તમારામાં હિંમત હોય તો તમારે કોર્ટમાં જઈને કહેવું જોઈતું હતું કે તમે બાબરી મસ્જિદ તોડી પાડી છે. તમારો અભિગમ તમામ ધર્મો અને જાતિઓ માટે સમાન હોવો જોઈએ. ધાર્મિક સમુદાય માટે બંધારણીય પદ સંભાળતી વખતે આવી વાતો ન કરવી જોઈએ.
બાબરી મસ્જિદને લઈને શિવસેનાને કોર્ટમાં બોલાવવી જોઈતી હતી. તાળું બળજબરીથી તોડવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે 200 વર્ષ જૂની દરગાહને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંઘ પરિવારના લોકો આવા પ્રયાસો કરી રહ્યા છે. પીએમએ પણ કાયદાનું પાલન કર્યું નથી. જો CAA લાગુ થશે તો તે એક મોટો અન્યાય હશે, ખાસ કરીને મુસ્લિમો, દલિતો અને દેશના ગરીબ લોકોને અન્યાય થશે.